કુવા બોર રિચાર્જ સજેશન
આજે સૌરાષ્ટ્રના મોટા ભાગના ખેતરોમાં સરેરાશ બે જેટલા બોર ( દાર) કોરા એટલે કે પાણી વગરના પડતર પડેલા છે. આવા બોરમાં વરસાદી પાણી રિચાર્જ કરવા માટે ખુબ કામ લાગે તેવા છે. હવે જોઈએ કે આવા પડતર પડેલા બોર રિચાર્જ કરવા માટે શું કરવું જોઈશે. સૌ પ્રથમ બોરની નજીકમાં તમારા પોતાના ખેતરનું વરસાદી પાણી પસાર થતું હોય એવા કોઈ છેલા કે ખાળીયાની બાજુમાં ( કાઠે ) આશરે ૪ ફુટ ઓરસ ચોરસ અને ૬ ફુટ ઊંડો ખાડો કરો, હવે ખાડાના તળીયાથી એટલે કે ૬ ફુટ ઊંડી સળંગ ખાઈ ખોદો, જેનો બીજો છેડો તમારા પડતર બોર સુધી પહોચાડો, હવે આ ખોદેલી ખાઈના તળીયે —ખાડાથી લઇ અને તમારા બોર સુધી ચાર ઈંચ પહોળાઈની પાઇપ પાથરી દ્યો. હવે જાણીએ આ ૬ ફુટ ઊંડા ખાડામાં પાણી સંપુર્ણ રીતે ચોખ્ખુ કરવા માટે શું શું કરવુ.?? ખાડાના તળીયે જે પાઇપ છે સૌ પ્રથમ તેના મોઢા આગળ પ્લાસ્ટીકની મજબુત અને માપસરના કાણા વાળી એક જાળી ફીંટીગ કરી દેવી, પછી આ ખાડાને બે ફુટ જેટલો સોપારી જેવા જીણા પત્થરથી ભરી દેવો. બીજો થર બે ફુટનો રાખવો જેમાં કપચી ભરી દેવી, તથા છેલ્લે ઉપરના બે ફુટમાં મોટા ગોળ પત્થર ભરવા ટોટલ ૬ ફુટનો ખાડો આવી રીતે ભરાઈ ગયો. લાસ્ટમાં ખાડાની છેલા બાજ...