પોસ્ટ્સ

ભરત ગજેરા લેબલવાળી પોસ્ટ્સ બતાવી રહ્યાં છે

અંધારી રાત અને વાડી મારગનો વૈભવ

છબી
  ભરત ગજેરા.     ટીમટીમાતા અગણિત તારલા અને  રંગબેરંગી આભમાંથી જ્યારે રાત્રી નો બીજો પહોર ફૂટી નિકળે. એવા ટાણે હું અને મારો માસીયાય અમારા ગામથી એકાદ કિ.મી આઘે તેમની વાડીએ પહોચવા માટે, મધ્યમ ગતિએ મારગ કાપતા અવિરત ચાલી રહ્યા હોઈએ .     રાત્રીએ ઘોર અંધાર પછેડો ઓઢી લીધો હોય. ચોગરદમ નિરવ શાંતિનો પથારો પડી ગયો હોય,  એવા સમયે અમારા પગરવનો અવાજ કાનમાં અથડાતો અમને જ સંભળાતો હોય, થોડી થોડી વારે ભેરબ ( ઘુવડ) પોતાની હાજરી પુરાવા વૃક્ષોની ઊંચી ડાળીએથી ચિત્કારી ઉઠે. અંધકારને  ભયાનક બનાવતો તેમનો કર્કશ અવાજ સાંભળીને મારી ધડકનો તિવ્ર ગતીથી  ચાલતી હોય, એવું પાસળીના એકકોર અનુભવાતું લાગે. અને તેરક વરસના કિશોરને થોડો ઘણો ભય લાગવો એ સ્વભાવિક છે.    આઘેરા ખેતરના શેઢેથી શિયાળીયા ઊંવા ઊંવા કરતા રોતા હોય. આ અવાજ ઘડીભર માટે માણસને વિચારતો કરી વાળે કે, નક્કી નાનુ બાળક રડતું હશે.!  તમરાના તીણા અવાજ અને સુકા પાંદડાં ખખડવાથી થતો હડબડાટ આસપાસના વાતાવરણને વધારે  બિહામણો બનાવામાં મોટો ભાગ ભજવતા રહે.    ઘરા પર મહેકતી ટાઢક ફંગોળતો ફા...

ગામનુ રળીયામણુ પાદર

છબી
 રોઢા ટાણે પાદરના નાનકડાં ઢાળે અને ગામની શાળા સામેથી પસાર થઇએ એ સાથે જ અમારા કાને રુડાં પીહ...પીહ..પી ના સ્વર ગુંજતા, પાદરની મહાકાય ઘેઘુર પીપરો પર ઉંચે નઝર કરતા રાતા મનોહર કાંઠલા ધારણ કરેલાને રાતી ચાંચ વાળા પોપટના ટોળા જોઈ શકાતા.! પાદરમાં વિલાયતી નળીયાવાળી પંચાયતની મોટી જાજરમાન ઓફિસ હતી.  તેની ડાબી બાજુ થોડાં અંતરે નાનકડુ ચોગાન ધરાવતી જુની પ્રાથમીક શાળાના મજાના બે ઓરડા હતા, તેની પાછળ મોટુ જબ્બર મેદાન, તેના છેડે ચાર ઓરડાવાળી બીજી નવી નિશાળ હતી, બસ આ ત્રણેય સરકારી મિલ્કતની પાણાની દિવાલોમાં પડેલા બાકોરા તેમજ નળીયા અને દિવાલના સાંધામા રહેલી જગ્યાઓમાં આ પોપટ વંશનુ રહેઠાણ,  ખાવા પીવા માટે તો આથમણી દિશામાં પાકથી લહેરાતા ખેતરો. જ્યાં મન પડે એ ખાઈ પીએ, રોંઢા ટાણે પાછા પાદરમાં આવી પહોંચે તે છેક સાંયકાળ સુધી આનંદ કિલ્લોલ કરતા પીપરો ની ડાળીઓ પર ઝુલતા વળી ઉડિને માળામાં રાહ જોતા બચ્ચા પર વ્હાલ વરસાવી આવે......!! દિ' આથમે એટલ પોતે પોતાના માળામાં બાળુડાની સંગાથે રાત્રીની મીઠી નિંદર માણે તે વહેલુ પડે સવાર..!! આપની જાણખાતર અહિં એક ઉલ્લેખ કરુ છુ, કે પોપટ પોતાના માળા કદ...

હરીપુરાનો દિહાણ સીમનો કેડો

છબી
આમ તો અમારુ  હરીપુરા ગામ નાનકડું અને આયોજનપુર્વક વસાવેલુ છે. જ્યારે ભારતની ભુમી પર આઝાદીના પડઘમ પડધાય રહ્યા હતા એ સમય ૧૯૪૪- ૪૫ ના ગાળામાં ગામની સ્થાપના થઈ હતી.  બિલખા સ્ટેટના  કુવર હરીસિંહજીના નામ પરથી ગામનુ નામ હરીપુરા રાખવામાં આવ્યુ હતુ. એજ અમારા ગામના પુર્વ દિશાના સીમ ખેતરો એટલે — દિહાણ = આજે મને બાળપણના એ જુના દિવસો યાદ આવી ગયા ....કે જ્યારે અમે દિહાણ કોરની અમારી વાડીએ જતા ત્યારે મારગમાં કેવા  ઢાળ—ઢોળાવ ને વળાંકો આવતા,.... કેવા કેવા ઝાડ—વાડને છોડ જાણે અમને આવકારતા હોય એેમ નિત્ય લહેરાતા નજરે પડતા. સવાર...સાંજ કે, બપોરનો સમય હોય, દરેક વખતે તેઓ ભિન્ન ભિન્ન રુપરંગે જોવા મળતા. તડકો હોય ટાઢ કે વરસાદ એ મારગનુ રુપ  અમને તો કાયમ રુડુ જ લાગતુ !! આમ ગણો તો ગામમાં અમારુ ઘર દક્ષિણ પશ્વિમ ભાગમાં આવેલુ છે.  ગામની ઓળખ મુજબ ખુણાવાળાં તરીકે ઓળખાતી શેરીની બોર્ડર પણ કહી શકાય, અમારા ઘરની ડેલી સામે જ થોડુ મેદાન અને પછી ઢોરને પાણી પાવા માટેનો અવેડો હતો. અમારી ડેલી બહાર નિકળીને ઉગમણી દિશાકોર નજર કરો એટલે દિહાણની સીમમાં જવાનો કેડો દેખાય. આમ અમારી શેરીનુ ક...

નાનપણ ની સોનેરી યાદો

ગામનું નામ લેતા અમને સાચેજ બાળપણ સાંભરે. મનમાં યાદોના મહાસાગર ઊમડે, નાનપણ ની એ સોનેરી યાદો કેમેય ભુલાતી નથી અને સેંકડો દ્રશ્યો જાણે આંખો સામે તરવરી ઊઠે છે. જેમ કે; પાદરની એ પીપરો કે જ્યાં વેકેશનમાં ચટણી—મીઠાં હારે ખવાતા કોલ હોય, પીપરના કૂણા લીલાછમ્મ પત્તામાં ચટણી મીઠું ભરીએ, અને પછી જાણે બનારસી પાન ખાતા હોય એમ ગલોફામાં ચડાવીએ. પાંદડાંનું ગળપણ, લાલ ચટણીની તમતમતી તિખાસ, અને માથે મીઠાની ખારાશ  આ ત્રિવિધ રસાસ્વાદની મજા એટલેજ બાળપણનો મહામૂલો જલ્સો.! ક્યારેક જો મેળ પડી જાય તો ગામથી ઢુકડી કોકની વાડીયે આંબલીના કોલ અને કાતરા ખાવાય પોગી જાઈ, પણ એમાય ઘણી સાવચેતી રાખવી પડે.  જેમકે વાડીનો માલિક હાજર નો હોવો જોય. નહીતર મેળનો પડે..! ખાસ કરીને બપોર ના ટાંણે અમે ચારેક બાળગોઠીયા રેઢી આંબલી પર હલ્લો બોલાવીએ. ગામથી નજીકમાં ગણીને ત્રણેક આંબલીઓ માંડ હતી. એટલે મર્યાદીત ઓપ્શનમાં જ કામકાઢવું પડે. ક્યારેક તો આંબલીના કોલ ખાવાના ઓરતાં મનમાં જ ઢબૂરી ને વિલા મોઢે પાછાય આવવું પડે. અમુક ટ્રીક પણ  વાપરવામાં આવતી કે વાડી નો માલિક જો ઘરે હોય તો અમારુ કામ ઘણું આસાન રીતે પાર પડી શકે. એટલે ...

My childhood's sweetened mamories

bharat. Gajera. મારા બાળપણાની મધુર યાદે.... મિત્રો....બચપણની યાદો બધાને ખુબજ મીઠી લાગતી હોય છે. તમારી જેમ મને પણ એમ થાય છે, કે પાછા આપણે એ નાનપણના દિવસો માણવા મળે તો ?? ....કેટલી મજા પડે !!! દોસ્તો આજે હું મારા એ સોનેરી દિવસોની મીઠી - મધુરી અને આજીવન માનસપટલ પર કબ્જો જમાવતી યાદો આપની સમક્ષ રજુ કરુ છુ. આમતો હું મારા મનની અને અંગત વાતો ક્યારેય કોઇની સામે શૅર કરતો નથી, પણ આજે કંઈક અલગજ મુડ હોવાથી મને એમ લાગે છે, કે મારી લાગણી આપની સાથે શૅર કરુ. મિત્રો ક્યાંથી શરુઆત કરૂ એ સમજાતું નથી પણ મને યાદ છે, એ મુજબ જ્યારે હું પહેલા ધોરણમાં ભણતો ત્યારની વાત કરુ તો ઇ.સં   ૧૯૮૪  - ૮૫ માં મારા ગામ હરિપુરાની સરકારી નિશાળમા મને ભણવા મુક્યો. (એ વખતમા ૫ - વરસના બાળકને સ્કુલમા દાખલ કરતા) એ સમયમા કોઈ બાળકને પહેલા ધોરણમાં ભણવા બેસાડે એટલે શ્રીફળ વધારે અને  બધા વિદ્ધાર્થીને શેષો  વહેંચવામાં આવે. તે વખતે શ્રીફળની શેષ ભાગ્યે ખાવા મળતી એટલે ખુબજ મીઠી લાગતી. (એ વાત અલગ છે કે આની પહેલા મને ગામના બાલમંદીરમાં ભણવા બેસાડ્યો હતો, શારદાબેન નામે ટીચર હતા. ત...