પોસ્ટ્સ

સૌરાષ્ટ્ર લેબલવાળી પોસ્ટ્સ બતાવી રહ્યાં છે

માચિયાળા ગામનો મોર

છબી
  અમારા આખા ગામ પંથકમાં ક્યાય મોર તો શું એનુ પીચ્છુય જોવા નો મળે. પણ અમારી બાજુના ગામ માચિયાળામાં સૌ પ્રથમવાર મોરના ઝુંડ દિઠેલા.!! ત્યારે મારી વય આશરે આઠેક વરસની હશે.          આ લેખમા નીચેના મુદ્દાઓના રસપ્રદ વર્ણન સાથે કુદરતી વાતાવરણનો અનુભવ પણ મળશે. માણો - સીમ વગડાની મુસાફરીમાં પરોઢીયે રચાયેલા મનમોહક દૃશ્યો - જાજરમાન પંખી મોરનો વૈભવ, હરીપુરા - માચીયાળા પંથકની ભૌગોલિક સ્થિતિ અને તત્કાલિન સમયનું બાળજીવન.-અમરેલી માર્કેટ યાર્ડમાં થતી ગતિવિધીઓનો તાદ્શ્ય ચિતાર.           ૧૯૮૫ -૮૬ નો એ જમાનો હતો કે ખેડુતોએ પોતાની ખેતપેદાશને વેચવા માટે જિલ્લા કે તાલુકા મથકની માર્કેટયાર્ડમાં લઈ જવી પડતી. એ રીતે અમો પણ ગાડામા માંડવીનો પાલ ગોઠવીને મારા પિતા અને કાકા સાથે વહેલી સવારે ૪ વાગ્યે અમરેલી જવા નિકળ્યા.       આ માંડવીના પાલ ખડકવાની બધી ગોઠવણ રાતે જ નિપટાવી લેવામાં આવી હતી. એટલે સવારે વહેલાસર જાગી અને શિરામણ કરી ગાડુ જોડીએ એટલે કામ પુરૂ.     અમારા ગામ હરીપુરા થી બે રસ્તા વાટે અમરેલી જઈ શકાય છે. તેમા પ્રથમ જો સડકમાર્ગે ચાલ...

સોરાષ્ટ્રના મકાનો માટે સુરક્ષાના બેમિસાલ ઉપાય

આપણે ત્યા નાના ગામડામાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં મોટા ફળીયા ઘરાવતા મકાનોના કારણે રાત્રે ચોરીઓની ઘણી ઘટનાઓ બનતી હોય છે. સૌરાષ્ટ્રમાં ગામડે ઉચ્ચ મધ્યમ વર્ગના લોકો મકાનો માં ખુબ પૈસો વાપરે અને તમામ  સુખ સગવડતા ઘરાવતા આલાગ્રાન્ડ ઘર બનાવે. પણ  એકજ મોટી મુર્ખાઈ કરે છે કે તેઓ સેફ્ટીની દૃષ્ટિએ બિલકુલ જીરો ખર્ચ કરે છે. આજે આપણે નવા મકાનો બનાવીએ છીએ પણ વરસોથી ચાલી આવતી જુની ઘરેડ પ્રમાણે જ મકાનનું બાંઘકામ કરવામાં આવતુ હોય છે. જેમાં મોટી ડેલી પછી ફળીયું અને ત્યારબાદ પડથારવાળી ખુલ્લી ઓશરી અને ચાર કે છ ઓરડા બસ આ જ સિસ્ટમ મુજબ મોટાભાગના ઘરોનુ બાંઘકામ થઇ રહ્યુ છે. આ પ્રકારના બાંઘકામમાં બધુ બરાબર  છે પણ ફળીયા પછી તરત ખુલ્લી ઓશરી સુરક્ષામાં સૌથી મોટી ખામી ઊભી કરે છે. જે લોકો બુધ્ધિશાળી છે તેઓ ઓશરીની આગળ લોખંડની મજબુત જાળી બનાવે છે .  એમા જરુરીયાત પ્રમાણે એક કે બે દરવાજા મુકવામા આવે છે. આ દરવાજે લોક લાગી જાય એટલે આખી ઓશરી તેમજ ઓરડા અને ઘરમાં વસતા બાળકો, એકલ સ્ત્રી કે વૃધ્ધ લોકો તેમજ થોડી ઘણી માયા મુડી બિલકુલ સેફ થઈ શકે.  માટે જ હવે દરેક ઘરના માલિકો પોતાની ઓશરી આગળ મજબુત જાળીઓ ફિટ કર...