સોરાષ્ટ્રના મકાનો માટે સુરક્ષાના બેમિસાલ ઉપાય
આપણે ત્યા નાના ગામડામાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં મોટા ફળીયા ઘરાવતા મકાનોના કારણે રાત્રે ચોરીઓની ઘણી ઘટનાઓ બનતી હોય છે. સૌરાષ્ટ્રમાં ગામડે ઉચ્ચ મધ્યમ વર્ગના લોકો મકાનો માં ખુબ પૈસો વાપરે અને તમામ સુખ સગવડતા ઘરાવતા આલાગ્રાન્ડ ઘર બનાવે. પણ એકજ મોટી મુર્ખાઈ કરે છે કે તેઓ સેફ્ટીની દૃષ્ટિએ બિલકુલ જીરો ખર્ચ કરે છે. આજે આપણે નવા મકાનો બનાવીએ છીએ પણ વરસોથી ચાલી આવતી જુની ઘરેડ પ્રમાણે જ મકાનનું બાંઘકામ કરવામાં આવતુ હોય છે. જેમાં મોટી ડેલી પછી ફળીયું અને ત્યારબાદ પડથારવાળી ખુલ્લી ઓશરી અને ચાર કે છ ઓરડા બસ આ જ સિસ્ટમ મુજબ મોટાભાગના ઘરોનુ બાંઘકામ થઇ રહ્યુ છે. આ પ્રકારના બાંઘકામમાં બધુ બરાબર છે પણ ફળીયા પછી તરત ખુલ્લી ઓશરી સુરક્ષામાં સૌથી મોટી ખામી ઊભી કરે છે. જે લોકો બુધ્ધિશાળી છે તેઓ ઓશરીની આગળ લોખંડની મજબુત જાળી બનાવે છે . એમા જરુરીયાત પ્રમાણે એક કે બે દરવાજા મુકવામા આવે છે. આ દરવાજે લોક લાગી જાય એટલે આખી ઓશરી તેમજ ઓરડા અને ઘરમાં વસતા બાળકો, એકલ સ્ત્રી કે વૃધ્ધ લોકો તેમજ થોડી ઘણી માયા મુડી બિલકુલ સેફ થઈ શકે. માટે જ હવે દરેક ઘરના માલિકો પોતાની ઓશરી આગળ મજબુત જાળીઓ ફિટ કર...