My childhood's sweetened mamories
bharat. Gajera. મારા બાળપણાની મધુર યાદે.... મિત્રો....બચપણની યાદો બધાને ખુબજ મીઠી લાગતી હોય છે. તમારી જેમ મને પણ એમ થાય છે, કે પાછા આપણે એ નાનપણના દિવસો માણવા મળે તો ?? ....કેટલી મજા પડે !!! દોસ્તો આજે હું મારા એ સોનેરી દિવસોની મીઠી - મધુરી અને આજીવન માનસપટલ પર કબ્જો જમાવતી યાદો આપની સમક્ષ રજુ કરુ છુ. આમતો હું મારા મનની અને અંગત વાતો ક્યારેય કોઇની સામે શૅર કરતો નથી, પણ આજે કંઈક અલગજ મુડ હોવાથી મને એમ લાગે છે, કે મારી લાગણી આપની સાથે શૅર કરુ. મિત્રો ક્યાંથી શરુઆત કરૂ એ સમજાતું નથી પણ મને યાદ છે, એ મુજબ જ્યારે હું પહેલા ધોરણમાં ભણતો ત્યારની વાત કરુ તો ઇ.સં ૧૯૮૪ - ૮૫ માં મારા ગામ હરિપુરાની સરકારી નિશાળમા મને ભણવા મુક્યો. (એ વખતમા ૫ - વરસના બાળકને સ્કુલમા દાખલ કરતા) એ સમયમા કોઈ બાળકને પહેલા ધોરણમાં ભણવા બેસાડે એટલે શ્રીફળ વધારે અને બધા વિદ્ધાર્થીને શેષો વહેંચવામાં આવે. તે વખતે શ્રીફળની શેષ ભાગ્યે ખાવા મળતી એટલે ખુબજ મીઠી લાગતી. (એ વાત અલગ છે કે આની પહેલા મને ગામના બાલમંદીરમાં ભણવા બેસાડ્યો હતો, શારદાબેન નામે ટીચર હતા. ત...