My childhood's sweetened mamories


bharat. Gajera.

મારા બાળપણાની મધુર યાદે....

મિત્રો....બચપણની યાદો બધાને ખુબજ મીઠી લાગતી હોય છે. તમારી જેમ મને પણ એમ થાય છે, કે પાછા આપણે એ નાનપણના દિવસો માણવા મળે તો ?? ....કેટલી મજા પડે !!! દોસ્તો આજે હું મારા એ સોનેરી દિવસોની મીઠી - મધુરી અને આજીવન માનસપટલ પર કબ્જો જમાવતી યાદો આપની સમક્ષ રજુ કરુ છુ.

આમતો હું મારા મનની અને અંગત વાતો ક્યારેય કોઇની સામે શૅર કરતો નથી, પણ આજે કંઈક અલગજ મુડ હોવાથી મને એમ લાગે છે, કે મારી લાગણી આપની સાથે શૅર કરુ.

મિત્રો ક્યાંથી શરુઆત કરૂ એ સમજાતું નથી પણ મને યાદ છે, એ મુજબ જ્યારે હું પહેલા ધોરણમાં ભણતો ત્યારની વાત કરુ તો ઇ.સં  ૧૯૮૪ - ૮૫ માં મારા ગામ હરિપુરાની સરકારી નિશાળમા મને ભણવા મુક્યો.
(એ વખતમા ૫ - વરસના બાળકને સ્કુલમા દાખલ કરતા)
એ સમયમા કોઈ બાળકને પહેલા ધોરણમાં ભણવા બેસાડે એટલે શ્રીફળ વધારે અને  બધા વિદ્ધાર્થીને શેષો  વહેંચવામાં આવે. તે વખતે શ્રીફળની શેષ ભાગ્યે ખાવા મળતી એટલે ખુબજ મીઠી લાગતી.
(એ વાત અલગ છે કે આની પહેલા મને ગામના બાલમંદીરમાં ભણવા બેસાડ્યો હતો, શારદાબેન નામે ટીચર હતા. ત્યારે મારા ગવઢા બા
(દાદીમાં) મને મુંકવા આવતા, અને  બાલમંદીર થી થોડેક દુર રહેતા નબુમાં બાવાજીને ત્યાં  દાદી બેઠા હોય, એટલી વારમાં હુ બાલમંદિરમાં થી ભાગી અને ઘેર પહોંચી ગયો હોય.)

મારા પહેલા ધોરણના શિક્ષક હતા રમણીક સાબ... અને  સ્કુલના હૅડમાસ્તરય ખરા. આશરે લગભગ પચાસેક વરસની ઉમર હશે, પોતે વાઈટ લેંઘો ઝભ્ભો પહેરે, એમને પગમા કપાચીઓ હોવાથી ચાલવામાં થોડી ઘણી તકલીફ પડતી. કપાચીઓના કારણે જાજા  ભાગે સ્લીપર પહેરતા, શાબના  ચંપલમાં કાટા પેહી ગયા હોય તો એકાદ વિદ્યાર્થીને સ્લીપરમાંથી કાંટા કાઢવા બેસાડે.

અને ગામડામાં કાંટા કાંકરાની કોઈ કમી ના હોય, ચાલવામા ધ્યાન ના રાખો તો પગમાં પણ પેસી જાય. રમણીક સાહેબ નો  પાછો એક તકીયા કલામ કે કોઈ વિદ્યાર્થી ઉપર ખીજાય (ગુસ્સો આવે ) એટલે એના મોઢામાંથી એકજ શબ્દ નિકળે,
"એ હડ્ફા ...હેઠો બેહ હેઠો બેહ" અત્યારે એ શાહેબ તો અમારા ગામમાં નથી રહેતા, અને કદાચ સ્વધામ પણ સિદ્ધાવી ગયા હોય. પણ હાલમાં  હજી કોઇ અમારા ગામમાં બોલે કે 
એય હડફા ....એટલે બધા ખડખડાટ હસી પડે...!!
પહેલા ધોરણમાં ભણવાનુય શું હોય ?? એકડા બગડા પાટીમા લખીને બેઠા બેઠા સૌ ટેણીયાઓ ઘુંટતા હોય. એ જમાનામાં બેંચો ના હતી. બધા વિદ્યાર્થીઓ નીચે લાઈન સર બેઠાં હોય
.ક્લાસ માં ફક્ત સાબને બેસવા એક લાકડાની ખુરશી તથા એક લંબચોરસ ટેબલ હોય. મારા જીવનનું સૌ પ્રથમ ભજન પણ પહેલા ધોરણ મા જ સાંભળ્યું .....  એ હતું.

 ‎આંબાઝર ને કાંઠે રુડુ સત્તાધાર છે ધામ..
અવતારી થઈને આવ્યો સાચો સંત બાપુ શ્યામ.

રમણિક શાબે આ ભજન અમારા ક્લાસમાંજ અને સાથે ભણતા એક વિદ્યાર્થી પાસે ગવડાવ્યું હતું. આથમણી બાજુથી એટલે શેડુભાર તરફ થી મારા ગામ હરીપુરા માં દાખલ થાઓ, એટલે ગામનુ પાદર આવે,  જમણી બાજુ શિવજીનુ મંદીર છે. અને ડાબી સાઈડ બાલમંદીર, બાજુમા પંચાયત ઓફિસ પછી થોડું ચાલો એટલે  નિશાળનો દરવાજો આવે. ‎અમે ત્યારે જુની નિશાળમા ભણતા અને ત્યાં માત્ર બે રુમ હતા, એક રુમમા  અમે ભણતા, અને બાજુનો બીજો રુમ એટલે અમારી નિશાળની  ‎" ઓફિસ."

 જુની નિશાળની ડાબી બાજુ  નવી નિશાળે જવા માટે દોઢસો ફુટ જેટલો ~ લાંબો અને દસેક ફુટ જેટલો પહોળો રસ્તો હતો, છેલ્લે  બીજા વિલાયતી નળીયાં વાળા નવા ચારેક રુમ હતા, અને એ નવી રૂમો સામે મોટુ લંબ ચોરસ મેદાન હતુ, 

 એ ચોગાનમા ત્રણેક લીમડા તથા એક ચરુ અને બે ડોલરના ફુલછોડ ચારેક કરેણ હતી, બગીચામા હોય એવી કંટીગ કરેલી ... મેહંદીની ૧૫ ફુટ જેટલી લાંબી બે લાઈનો હતી. બીજા બે  વૃક્ષો હતા જેમાં સવારે પુષ્કળ પ્રમાણમા સફેદ ફુલ આવતા, અને પ્રાર્થના વખતે આ શ્વેત ફુલોને  "માં સરસ્વતી " ના ફોટા પર હાર બનાવીને ચડાવતાં. 

મેદાનની એક બાજુ ૨૦ બાય  ૨૦ ફુટનો પાકો ઓટો હતો. અને ઓટલાની સમાંતરે દસેક ફુટ જગ્યા છોડીને સ્કુલની ડંકી હતી, જેનો ઉપયોગ ચોગાનમા વાવેલા ફૂલછોડ તથા ઝાડને પાણી પાવા માટે થતો. અને બીજો ઉપયોગ પાટીમા (સ્લૅટ) લખેલુ ભુસવા માટે થતો, નવી નિશાળના રુમની ઓશરીમા- આવી પાણી ભરેલી એક એક ડોલ રાખી હોય. વિદ્યાર્થીને જરુર પડે એટલે પાણીમા હાથ બોળીને સ્લેટ પર ફેરવીને લુચ્છી નાખે. ‎

અમારા હરિપુરા ગામમાં પ્રાથમિક શાળા સુધીની સુવિધા હતી. અને હજારેક માણસની વસ્તી હોય એવડાં ગામમાં બીજુ હોય  પણ શું ? જેમા ૪ થી ૭ ધોરણ સુધી સવાર પાળી હોય, અને એક થી ત્રીજા ધોરણ સુધી બપોર પાળી હોય. 

મિત્રો નાના ગામડામા આવીજ રીતે ભણતર ચાલતુ હતું, એ વખતમા પિરીયડ બદલે એટલે શિક્ષકય બદલી જાય એવુ કંઈ નહોતુ, પણ ધોરણ બદલે તોય શિક્ષક તો એજ હોય.!! પણ છત્તાય એ ભણતરની ખુબ મજા હતી. બીજા ધોરણમાં અમારા ટીચર હતા સુશીલાબેન પંડ્યા.
‎(બેનના પતિ મોહનશાબ પણ અમારી નિશાળમાં શિક્ષક હતા) 
ત્યારે અમે નવી નિશાળના પહેલાજ રુમમાં ભણતા, અમારા ક્લાસમા છોકરાં - છોકરીઓ મળીને કુલ ૩૭ જેટલા વિદ્યાર્થીઓની સંખ્યા હશે, એમા ટીચરની એક છોકરી પણ અમારી સાથેજ ભણતી. આમતો રોજ બધુ રાબેતા મુજબ ચાલતું હતું. પણ શું ખબર ?? એક દિવસ મારી સાથે જોરદાર ઘટના ઘટી, તે દિવસે અમારે સવાર પાળી હતી, એટલે અગિયાર વાગ્યે અમને રમવાની છુટ્ટી મળી,. અમે બધા નવી સ્કુલના પ્રાંગણ તેમજ ઓશરી મા આમ થી તેમ દોડાં- દોડી કરતા હતા, એવામા થયું એવું કે ટીચરની છોકરી પ્રતિક્ષા અને ક્લાસ ની બીજી વિદ્યાર્થીનીઓ નવી નિશાળની ઓસરીમા બેઠેલી હતી. એમાંથી પ્રતિક્ષા કંઇક બોલી, શુ બોલી એતો યાદ નથી,

 કદાચ એમ બોલી હશે કે  " અહીંયા નહી રમવાનુ, "એટલે મને જોરદાર  ગુસ્સો ચડ્યો અને કાચી સેકંડમા જઈને એને એક  લાફો ચોડી દિધો.  તિવ્ર ગુસ્સામા મારેલી ઝાપટ એમને કેટલી વાગી હશે,?? ... કે એ છોકરી રોતી - રોતી હિબકે ચડી ગઈ,

 હવે આટલી વારમા આસપાસમા રમતા મારા ક્લાસના છોકરાં છોકરીઓ ભેગા થઈ ગયા,....બોલીને  મને  એમ બિવડાવે કે હવે બેન ( ટીચર ) તને માર્યા વગર નહીં મુકે. અને એ વાતેય સાચીને કે આપણા ટીચરની છોકરીને મારીએ તો એ કોઈ શિક્ષક સહન કરે ખરાં.?? 

મને તે દિવસે એક ફાયદો એ થયો કે અમારા ટીચર જુની નિશાળે બેઠા હતા. ( અને આમતો મોટાં ભાગે  જુની નિશાળે જ બેઠા હોય. કારણ ટોટલ ત્રણ શિક્ષકો હોય એટલે વિદ્યાર્થીઓની હાજરી પુર્યા પછી, બધા શિક્ષકો નિશાળની ઓફિસમા બેઠા હોય.) એટલે નવી નિશાળે આવો કોઈ દેકારો થાય, એ ત્યાં સુધી સંભળાય નહીં,.

‎અને આમેય છુટવાનો બૅલ વાગે એટલે અમારા ક્લાસને લૉક મારેજ મારવાનુ હોય. અને ચાવી જુની નિશાળે બેનને આપતી જાવાની, કારણ હુ ભણવામાં બધાથી  હોશિયાર વિદ્યાર્થી ગણાતો ‎એટલે આમ કહો તો હુ મૉનિટર હતો. 

પછી એ દિવસે તો બેનને કશી ખબર ના પડી, પણ મને એમ હતું કે કાલે આપણા રિમાંડ લેવાશે........ ‎પણ ચમત્કાર થયો,  વળતાં દિવસે મને ટીચરે લાફા બાબતની કોઈ વાત પણ ના પુછી,!!

‎ મનેય વિચાર આવ્યો કે શું પેલી છોકરીએ એના મમ્મીને કિધુ નહી હોય કે ફલાણા છોકરાએ મને માર્યુ —કે પછી મારા ટીચરે મને માફ કરી દિધો હશે. ?? અથવા તો એમ જાણ્યુ હોય કે મારી છોકરીનોજ વાંક હશે,?? નહીતર એ વિદ્યાર્થી ( એટલે હું ) કારણ વગર કોઈ દિવસ મારે નહિ, 

‎(આમ પાછી શિક્ષકો આગળ મારી શાખા સારી, કે કારણ વગર હું કોઈ સાથે ક્યારેય ઝઘડો ના કરુ./ અને મને ખોટો હેરાન કરે તો હુ એને મેથીપાક આપ્યા વગર ના છોડુ)

 એ ઘટનાય આજે ત્રીસેક  વરસ થઈ ગયા હશે,  એ ટીચર  પણ અમારુ ગામ છોડીને ઘણા સમય પહેલા બીજા ગામ જતા રહ્યા છે. અને હું પણ  મારા ગામમા પાંચ ચોપડી   ભણી અને અમે  સહ પરીવાર સુરત રહેવા જતા રહ્યા, એટલે ત્યાર પછી અમે લોકો એકેય વખત મળ્યા નથી. પણ હજી મને એ વાત યાદ આવે તો એમ થાય, કે ક્યારેક એ છોકરી મને મળે તો મારે એની માફી માંગવી છે.
‎           🙏....  sorry  ...🙏
અને એક ખાસ વાત:-  અમને અક્ષરજ્ઞાન  રૂપી અખુટ ભંડાર આપનાર ....રમણીક શાબ, સુશીલાબેન, પોપટ શાબ આ બધા શિક્ષકોને મારા  હ્રદય પુર્વક " નમસ્કાર "
દોસ્તો...
           "મધુર યાદે "
           ‎નો આ પહેલો ભાગ અહીં પુરો થાય છે.
હવે પછીના લેખમાં  ત્રીજા - ચોથા ધોરણની યાદો ની સંગોષ્ઠી માંડીશું.

ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો

Thank you

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Information about Gajera surname

હરીપુરાનો દિહાણ સીમનો કેડો

વિરામચિન્હો સાથે સામ્યતા ઘરાવતા લોકો