પોસ્ટ્સ

સપ્ટેમ્બર, 2019 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

શેરડીની લાલચ

અતિ આનંદાયક દિવસો અને ડરામણી ઘટનાઓ આપણા બાળમાનસ પર અતિ ઊંડી છાપ અંકિત કરી જતી હોય છે કે, જેની યાદો આજીવન વિસરી શકાતી નથી. તેવી જ રીતે આનંદ ખાતર કે, લોભ—લાલચને વશ થઈ માનવી વણજોઈતી મુશ્કેલીઓમાં પણ મુકાઈ જતો હોય છે. આ આપણી સૌથી મોટી નબળાઈ ગણી શકાય. મારા નાનપણ આવોજ એક અનુભવ આપની સમક્ષ પ્રસ્તુત કરી રહ્યો છુ. આશા છે કે, આ લેખ વાંચીને તમને પણ થોડી ઘણી પ્રેરણા મળી શકે. આ એ સમયની વાત છે, જ્યારે મારી ઉમર આઠેક વરસની હતી.  ફાગણ મહિનાની બપોરનો લગભગ ચારેક વાગ્યાનો સમય હશે. એવા ટાણે હુ મારા ઘરની પાછવાડે નાની  ખડકીએથી નીકળી, પડખેના ઘરના ખુણે શેરીમાં સ્થિત વીજળીના થાંભલે એક પગ ટેકવીને ઉભો હતો. થોડીવારમાં જ હિતેશ અને ભીખુ નામના બે મિત્રો મારી તરફ આવ્યા. એ મારા મિત્રો તો ના હતા પણ પડોશી હોવાના નાતે ઘણી વખત અમે ભેગા રમતા રખડતા. આમ તો આ બંન્ને મારા થી બેએક વરસ મોટા હતા. બંન્ને જણા મારી પાસે આવ્યા, એમાથી ભીખુએ મને પુછ્યુ ; " ભરત હાલ મારી વાડીએ શેવડી ખાવા આવવુ સે " હુ જ્યા ઉભો હતો તે શેરીના થાંભલાની સામે ભીખુના ઘરનો  ખુણો પડે. શેરડીનું નામ પડતા જ ભલભલાના મોં મા પા...