મને ગમતુ ! ગ્રામીણ જીવનનું મોંઘેરુ બાળપણ.
સુંદર અનૂભવોનું શબ્દમય વૃતાંત દોસ્તો...માનવ જીવનનો શ્રેષ્ઠતમ સુવર્ણકાળ એટલે બાલ્યાવસ્થા અને મુગ્ધાવસ્થા, આ સમયકાળમાં આપણા માનસપટલ પર જે કંઈ અંકિત થયું હોય, એ સધળું ચિત્ર મીઠાં સંભારણા રુપે અંતરમનના પડળ પર આજીવન સંગ્રહીત થઇ જતું હોય છે.!! મારા એજ યાદગાર અનુભવોને કવિતા સ્વરૂપે આપની સમક્ષ હૂબહુ દૃશ્યમાન કરવાનો મારો નાનકડો પ્રયાસ છે. બાળપણમાં પરમાનંદ રૂપે જે કંઈ મારા મન—મગજમાં સંગ્રહીત થયું છે. એને મે, એક સુંદર કવિતામાં ઢાળ્યું છે. આમા વણેલી વાતો મહદઅંશે ઇ.સં ૧૯૮૩ થી માંડીને ૧૯૯૩ સુધીના સમયની છે. 🔅:-> મને ગમતું— મારી કાવ્યધારા. ઉધડતા આભનું અંજવાળું અને પ્રભાતના પહોરે પંખીઓનું— ગાણું, મને ગમતું. ધરણીનો આલ્હાદક વાયરો અને ઢળતી સાંજનું ઝાલર —ટાણું, મને ગમતું. તારલાથી ચમકતું આભ અને મધરાતે ભજનમા વાગતું —વેણું, મને ગમતું. ગા્રય માટીનું રહેઠાણ અને કાચા ઘરને શોભતું માં’નું —લીપણું, મને ગમતુ. ખેતરની મહેકતી ફોરમ અને વાડી પૈયામાં ખવાતું ટાઢું —ભાણું, મને ગમતું. પત્થરોની ગોદમાં પાકેલું પાણી અને ગામડાંનું નિર્ભેળ દેશી ...