પોસ્ટ્સ

ઑગસ્ટ, 2022 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

માચિયાળા ગામનો મોર

છબી
  અમારા આખા ગામ પંથકમાં ક્યાય મોર તો શું એનુ પીચ્છુય જોવા નો મળે. પણ અમારી બાજુના ગામ માચિયાળામાં સૌ પ્રથમવાર મોરના ઝુંડ દિઠેલા.!! ત્યારે મારી વય આશરે આઠેક વરસની હશે.          આ લેખમા નીચેના મુદ્દાઓના રસપ્રદ વર્ણન સાથે કુદરતી વાતાવરણનો અનુભવ પણ મળશે. માણો - સીમ વગડાની મુસાફરીમાં પરોઢીયે રચાયેલા મનમોહક દૃશ્યો - જાજરમાન પંખી મોરનો વૈભવ, હરીપુરા - માચીયાળા પંથકની ભૌગોલિક સ્થિતિ અને તત્કાલિન સમયનું બાળજીવન.-અમરેલી માર્કેટ યાર્ડમાં થતી ગતિવિધીઓનો તાદ્શ્ય ચિતાર.           ૧૯૮૫ -૮૬ નો એ જમાનો હતો કે ખેડુતોએ પોતાની ખેતપેદાશને વેચવા માટે જિલ્લા કે તાલુકા મથકની માર્કેટયાર્ડમાં લઈ જવી પડતી. એ રીતે અમો પણ ગાડામા માંડવીનો પાલ ગોઠવીને મારા પિતા અને કાકા સાથે વહેલી સવારે ૪ વાગ્યે અમરેલી જવા નિકળ્યા.       આ માંડવીના પાલ ખડકવાની બધી ગોઠવણ રાતે જ નિપટાવી લેવામાં આવી હતી. એટલે સવારે વહેલાસર જાગી અને શિરામણ કરી ગાડુ જોડીએ એટલે કામ પુરૂ.     અમારા ગામ હરીપુરા થી બે રસ્તા વાટે અમરેલી જઈ શકાય છે. તેમા પ્રથમ જો સડકમાર્ગે ચાલ...