પોસ્ટ્સ

Information about Gajera surname

ગજેરા શાખ વિષેની માહીતી સૌરાષ્ટ્રના લેઉવા પટેલો મા લગભગ ૮૦૦ થી વધારે અટકો સામેલ છે, સૌરાષ્ટ્ર લેઉવા પટેલ મા મુખ્યત્વે ત્રણ ફાંટા જોવા મળે છે. જેમા ૧- "હાલારી"  જેના વડવાઓ ચરોતર તેમજ આસપાસના વિસ્તારમાં થી સૌરાષ્ટ્રના હાલાર પંથક મા વસવાટ કર્યો હોવાથી હાલારી પટેલ તરીકે ઓળખાયા. ૨ -"ગોલવાડીયા" પટેલના વડવાઓ એ ચરોતર તથા ભાલ વિસ્તારમાં થી ગોહીલવાડમાં  ( હાલ ભાવનગર જીલ્લો ) વસવાટ કર્યો હોવાથી તે લોકો ગોલવાડીયા તરીકે ઓળખાયા. ૩-"ગુજરાતી" પટેલ જે મધ્ય ગુજરાતમાં થી  સૌરાષ્ટ્રમા વસવાટ કર્યો હોવાથી ગુજરાતી પટેલ કહેવાયા. મુળતો બધા પટેલો સમાન છે. આ ફક્ત જુના વખતની પ્રાંત મુજબ એક ઓળખ છે. મિત્રો માનવોનુ સ્થાંળતર અનાદી કાળથી ચાલતું આવ્યુ છે, સ્થાળંતર માટે મુખ્ય ભુમિકા હોય છે રોજીરોટી.. અન્યમાં કોઈ રોગચાળાના કારણે પણ સ્થાંળતર થતું હોય છે, ત્યાર પછીના કારણમા કોઇ સાથે વેરઝેર હોય તો પણ શાણા માણસો મુળ જગ્યાથી.. દુર વસવાટ કરતા હોય છે. જેમકે શ્રી કૃષ્ણ ભગવાને પણ મથુરા છોડી અને સૌરાષ્ટ્રના દ્રારકામા વસવાટ કર્યો હતો. એવાજ કોઈ કારણોસર ગજેરા અટક ના વડવાઓ...

ડાયાબિટીશ મટી શકે છે...!

ડાયાબિટીસ મટી શકે છે...! અને હાઈ બ્લડ પ્રૅશર પણ ભાગી જાય છે. મારા એક દોસ્તને  આજથી પાંચેક વરસ પહેલા  લગભગ 300 જેટલી ડાયાબિટીસ આવી હતી. અને સાથે high BP પણ ખરુ, ઉપરનુ 170 તથા નીચેનુ લેવલ 100 જેટલુ અધધ...(યાદ રહે high BP મા ઉપરનુ દબાણ કદાચ 170-180 જેટલુ હોયતો એટલુ બધુ ટેન્શન જેવું ના હોય. જોકે ખતરોતો ખરોજ, પરંતુ નીચેનુ લેવલ 100 ઉપર જાય એટલે ખતરનાક ગણાય.એમણે ત્યાર બાદ બીપીની દવાય ચાલુ કરી.  એ સમયે લગભગ એમની ઉમર  ૩૫ વરસ ની હતી. ૩૦૦ જેટલી સુગર આવી એટલે સ્વભાવિક છે કે  ડાયા બિટીશની દવા ચાલું કરવીજ પડે, એમને પાછો વાર તહેવાર અને લગ્ન પ્રસંગ દરમિયાન ખાવાનો ક્ન્ટ્રોલ ના હોય. આમતો એમને ગળામણ પહેલેથીજ વધારે વ્હાલુ ખરુ. એટલે પ્રસંગોપાત પુરુ પેટ ભરીને દાબી જાય. ' એમ સમજો કે એમને દોડવું હોય અને ઢાળ મળે.' આમ તો રોજ સવાર-સાંજ  ચાલવા પણ જાય.આખા દિવસ દરમિયાન ચાર પાંચ કિલોમીટર જેટલું અંતર કાપી આવે. પણ છતાય જમ્યા બાદ સુગર લૅવલ 150-170 જેટલુ ક્યારેક તો 200  પણ આવે. પ્રંસગોપાત દાબી લેવાના કારણે....!તથા ભુખ્યા પેટે લેવલ 80-90 જેટલુ આવતુ હતુ. ક્યારેક વઘારે  પણ ...

My childhood's sweetened mamories

bharat. Gajera. મારા બાળપણાની મધુર યાદે.... મિત્રો....બચપણની યાદો બધાને ખુબજ મીઠી લાગતી હોય છે. તમારી જેમ મને પણ એમ થાય છે, કે પાછા આપણે એ નાનપણના દિવસો માણવા મળે તો ?? ....કેટલી મજા પડે !!! દોસ્તો આજે હું મારા એ સોનેરી દિવસોની મીઠી - મધુરી અને આજીવન માનસપટલ પર કબ્જો જમાવતી યાદો આપની સમક્ષ રજુ કરુ છુ. આમતો હું મારા મનની અને અંગત વાતો ક્યારેય કોઇની સામે શૅર કરતો નથી, પણ આજે કંઈક અલગજ મુડ હોવાથી મને એમ લાગે છે, કે મારી લાગણી આપની સાથે શૅર કરુ. મિત્રો ક્યાંથી શરુઆત કરૂ એ સમજાતું નથી પણ મને યાદ છે, એ મુજબ જ્યારે હું પહેલા ધોરણમાં ભણતો ત્યારની વાત કરુ તો ઇ.સં   ૧૯૮૪  - ૮૫ માં મારા ગામ હરિપુરાની સરકારી નિશાળમા મને ભણવા મુક્યો. (એ વખતમા ૫ - વરસના બાળકને સ્કુલમા દાખલ કરતા) એ સમયમા કોઈ બાળકને પહેલા ધોરણમાં ભણવા બેસાડે એટલે શ્રીફળ વધારે અને  બધા વિદ્ધાર્થીને શેષો  વહેંચવામાં આવે. તે વખતે શ્રીફળની શેષ ભાગ્યે ખાવા મળતી એટલે ખુબજ મીઠી લાગતી. (એ વાત અલગ છે કે આની પહેલા મને ગામના બાલમંદીરમાં ભણવા બેસાડ્યો હતો, શારદાબેન નામે ટીચર હતા. ત...

Jay ma mogal, Jay Khodal

છબી
જય માં મોગલ.ખોડલ  મિત્રો આજે હુ ખુબ ખુશ છુ. કેમકે આજે મને મારી ભાષામા blogger દ્રારા મારા પોતાના વિચારોને દુનિયા સમક્ષ રજુ કરવાનો, એક સુંદર અવસર પ્રાપ્ત થયો છે. મારા  દિમાગમા  હમેશા અવાનવા આઈડીયાઝ  આવતા હોય છે. અને એવા ઘણાબધા વિચારો હોય છે. જેમ કે સમાજ, પર્યાવરણ, પાણી, દુનિયા.. અથવા તો ધંધામા કેમ પરિવર્તન કરવાથી સરળતા થઈ શકે એમ છે.  આ બધી વાતો હુ મારા મિત્રો સમક્ષ કરતો, પરંતુ એ લોકો ઘણી વખત મારી વાતોને હસવામા કાઢી  નાંખતા હતા. પરંતુ હવે હુ આપની સમક્ષ આવા અવાનવા આઈડીયાઝ રજુ કરતો રહીશ,  તો મિત્રો અહીં હુ મારા લેખ ને વિરામ આપુ છુ.જલ્દી થી એક નવા આઈડીયાને લઈ તમાારા ઈંતઝારની પુર્તિ કરીશ. ધન્યવાદ.