મારી નિશાળના મીઠાં સંભારણા...!
મારા બાળપણ ની મધુરી યાદો...ભાગ~૨
મિત્રો......આગળની પોષ્ટમાં આપણે પહેલા -બીજા ધોરણ વિષેની યાદો વાગોળી. હવે અહીં આપની સમક્ષ રજુ કરી રહ્યો છુ, મારી નિશાળનાં મીઠાં સંભારણા..!
હવે થોડી વાતો ૩જા ધોરણ ની લઈશુ. ટીચર પણ એના એજ સુશીલાબેન પંડ્યા. ( કારણ આગળ જાણવા મળશે..)
અમારો રુમ એજ નવી નિશાળ માં. અને વિદ્યાર્થીની સંખ્યા ૩૭ જેટલી જેમા આશરે ૧૮ છોકરાઓ અને બાકીની છોકરીઓ.
આગળના લેખ માં વાત કરી એમ ભણવામાં બધા વિદ્યાર્થીઓમાં હું હોશિયાર હતો.અને ગણો તો મૉનિટર પણ ખરો..
એટલે સ્કુલ ના બપોર પછીની પાળીના જે કંઈ કામકાજ હોય એ શિક્ષક મને સોંપતા, એમા શાળાં ની એક તરફ લગભગ ૫૦૦ ફુટ લંબાઈ ની કાંટાળા તારની વાંકી-ચુકી વાડ હતી, એ તાર ઘણી વખત રેઢીયાર ઢોરો તોડી નાંખતા.
એટલે અમારા હેડ-માસ્તર રમણિક શાબ મને રીપૅર કરવાનુ કામ સોંપતા, (અમારા પ્રિન્સીપાલ રમણીક સાબ પાછા એક તકીયા કલામ થી પ્રખ્યાત હતા, વિદ્યાર્થી ઓને ડાંટ આપતી વખતે વારંવાર એક શબ્દ બોલતાં ~ 'એય હડફા હેઠો બેહ... હેઠો બેહ'.) સાંજેે સાડા ચાર વાગ્યે અમને રમવાની છુટ્ટી મળે, એ દરમિયાન આ બધા કામ કરવાના હોય. તેમા મુખ્ય ઔજારો જણાઉ તો , એક હથોડી, પક્કડ, તથા ૮-૧૦ લોખંડની ખીલ્લીઓ, સાથે તારના ત્રણેક ફુટ લંબાઈના એકાદ-બે ટુકડાં, બસ... આ થયાં મરામત ના સાધનો.
એ વખતે હાલમાં જોવા મળતા સિમેન્ટ ના થાંભલા નુ નામો- નિશાનય ના હતું. એ જમાના માં તાર બાંધવા ચારેક ફુટ ઉંચાઈ ના લાકડાના થાંભલાનો ઉપયોગ થતો. ધણું કરીને ગોળ સાઈઝમા જોવા મળતાં,
ત્યાર બાદ હું મારા ક્લાસના બે -ત્રણ છોકરાઓ ને સાથે લઈ- અને જ્યાં તાર તુટી ગયા હોય. એ સ્થળ પર જઈ સરકારી ધોરણે અમારુ કામ ચાલું કરીએ.
એમા બે જણા તાર ખેંચીને થાંભલા સાથે પકડી રાખે,
અને હું કોઈ મોટા કારીગરની જેમ બે'ક ખિલ્લી જડી દઉં એટલે એ તાર તો જાણે સજ્જડ બમ્મ.
એમાં કોઈ થાંભલો ઉખળી ગયો હોય તો દોઢેક ફુટ જેટલો ઊંડો ખાડો કરીએ, પછી ખાડાની વચ્ચે ખાંભો મુકી ચારે બાજુ નાના પત્થરોને બરાબર ધરબી દીધા પછી ~ ઊપર માટી વાળી દેવાની એટલે કામ પુરુ. ! આમ અઠવાડીયામાં બે' ક - વખત વાડ ( fencing ) રીપેરીંગ નુ કામ કરવાનુ હોય.
એની સાથે બીજા કામો જણાવું તો ~નિશાળના ચોગાન માં વાવેલા ફુલ- છોડ ને ડંકીએ થી સિંચીને પાણી પાવાનુ અેમા નજીકના છોડ ને સાંકડા ધોરીયા ( મોરી ) દ્રારા. તથા આઘે ના ઝાડને પાણી પાવા માટે પત્તરાની ત્રણેક ડોલનો ઉપયોગ કરાતો, જેમા ડંકીએ થી ડોલ ભરી દુર ઝાડના દરેક ખામણા માં ચારેક ડોલ પાણી નાંખવાનું. પાણી મળતાજ ફુલ- છોડો જા'ણે આનંદમાં જુમી ઉઠે,!અને અમનેય એટલી ખુશી થતી કે બિચારા આ છોડને -કેટલી તરસ લાગતી હશે.? આપણી જેમ ઝાડ ને પગ તો હોતા નથી...તરસ લાગે તોય બિચારા શું કરે ?? આમને આમ જુર્યા કરતા હશે.
જો કે આ પાણી - પાવાનુ કાર્ય રોજીંદુ અને સામુહીક હોય છે, જેમાં ક્લાસના બીજા વિદ્યાર્થી ઓ પણ સામેલ હોય.
બીજા રોજીંદા કામમાં આગળની પોષ્ટ માં ક્હ્યું તેમ સાંજે નિશાળ છુટી ગયા પછી, મારા ક્લાસ ને લૉક તો મારે'જ મારવાનું હોય. એમા બરોબર એક દિવસ એવું થયું, કે મારી સાથે ભણતો અને મારી વિરોધી ટોળીનો લીડર એવો નામે
' ગભો ' રુમને લૉક મારવા માટે મારી સાથે જિદ્દ કરવા લાગ્યો કે - ' આજે તાળું તો હું મારીશ.' આ તરફ હું પણ એટલોજ અક્કડ કે - 'જાવાદે...લૉક તો હું જ મારીશ.' આમ થોડી ચડભડ પછી....અમે બંન્ને બાથમ-બાથી ઉપર આવી ગયા, લગભગ ચારે'ક મિનિટ મલ્લ-યુદ્ધ ચાલ્યુ હશે. આમ તો અમારા બે- સિવાય કોઈ હતું નહી. મને વાર થઇ....એટલે જુની નિશાળે બેઠેલા ટીચર સુશીલાબેને, બહાર મેદાન મા આવીને જોયું,...
( એ સમય હતો, કે દરેક વિદ્યાર્થીને શિક્ષકની થો'ડી બીક હતી. ) બેનને અમે જોઈ ગયા, એટલે અમારુ બાખડવાનું બંધ થઈ ગયું. અને 'ગભો' તો વાડના બાકોરામાં થી ભાગીને ઘર ભેગો થઈ ગયો...!!
પછી લૉક મારવાની ડ્યુટી મે પુરી કરી....
ત્યાર પછી બીજા કામોમાં ગણીએ તો પરીક્ષા ના પેપરમાં થી કોરા-પાના (પૅઝ) જુદા કરવાના હોય. જો કે આવું કામ તો વરસમાં માત્ર ચારેક દિવસ પુરતું જ હોય, કારણ વિદ્યાર્થીઓ ને વરસમા એક જ વાર પેપર -પત્રક માં ઍક્ઝામ આપવાની હોય, અને એમા ફક્ત ૪-થી ૭ ધોરણ સુધીના વિદ્યાર્થીઓ જ સામેલ હોય. એ વખતે એટલે ઇ.સં ૧૯૮૭ દરમિયાન,
૧ થી ૩ ધોરણ સુધી પરીક્ષામા પેપર-નો કોઈ ઉપયોગ ન હતો, માત્ર મૌખિક પરીક્ષા લેવાતી, અને એકા'દી કસોટી
(test ) એવી હોય કે પાટી (સ્લૅટ ) માં જવાબ લખી શાહેબ ને બતાવી દ્યો એટલે પરિક્ષા પુરી.
હવે વાત આગળ વધારીએ તો અમે ત્રણે'ક જણા નિશાળની ઓફિસ માં બેઠા- બેઠા કોરા પેઝ અલગ કરી રહ્યા હતા. એમા બન્યું એવું કે મારા મોટા ભાઈનું જ પેપર મારા હાથમાં આવી ગયું, ત્યારે એ સાતમી કક્ષામા ભણતો હતો. એટલે મને વિચાર આવ્યો કે બડે ભૈયા ભણવામાં -કે'વાક હોશિયાર છે, એ ખબર પડે માટે તેનું આખુ પેપરજ ભુંગળું વાળીને મારા ખિસ્સામા સેરવી દિધું. !! પે'લા બંન્ને સહાધ્યાયી ને ખબર ના પડે એમ....
ત્યાર બાદ એનો ખાસ મિત્ર કે જે હાલ મોટા ડોક્ટર છે એમનુય આખુ પૅપર ગપચાવી લીધુ. કારણ....જાણવા મળે કે ભાઈ કેટલી કોપી મારે છે. કેમકે પેલા ડોક્ટર ભણવામા હોશિયાર હતા.પાછો મને એક વિચાર આવ્યો કે માત્ર આ બે જણાના પૅપર પત્રક થી કેટલી કૉપી મારી છે, એનો પુરો ખ્યાલ ના આવે. એટલે એનાજ ક્લાસની બીજી એક હોશિયાર છોકરીનું પૅપર પણ સાથે ઉઠાવી લીધું. સાંજે ઘેર ગયા પછી મે -આ ત્રણેયના પેપર ચેક કર્યા, ત્યારે ખબર પડી કે આપણા 'ભાઈ સાહેબ' તો કૉપી મારવામાં પુરે- પુરા ઉસ્તાદ છે. અક્ષરસ પે'લા ડોક્ટર ની બેઠી નકલ....!
પે'લી છોકરીના અમુક જવાબ આ બંન્ને કરતા થોડાંક અલગ હતા. કારણ એમણે કોઈની કોપી નહોતી મારી.
-: વિદ્યાર્થી પાસે આવા નાના -મોટા કામ કરવાંનો સાહેબનો મુળ ઉદે્શય તો એજ કે- બાળકોમા રચનાત્મક પ્રવૃતિનો વિકાસ થાય. નાનપણથી જ કોઈ બાળકને આવી પ્રવૃતિમાં સંલગ્ન રાખવામા આવે, તો આ મુજબના અનુભવો આગળ જતા એમના જીવનમા અતિ ઉપયોગી સાબિત થતા હોય છે.
~મારુ એક સજેશન છે, ( કદાચ વહેવારુ ના પણ હોય. પરંતુ વિચાર વિમર્શ ચોક્કસ થઈ શકે.) કે બાળકને ૭ મી કક્ષા થી જ અઠવાડીયામા બે કલાક નો એક પિરીઅડ એવો રાખવો જોઈએ, કે કોઈ ~દુકાનમાં આવા વિદ્યાર્થીને નાની- મોટી વસ્તું લેવા દેવા રાખવો જોઈએ. જેથી વેપાર કેમ કરી શકાય ?? એની પ્રૅકટીકલ જાણકારી મળી શકે. :-
નાના ગામડાંમા એ વખતે ભણતરની પદ્ધતિ લગભગ તો એવી હતી, કે એક વરસ પુરુ થાય એટલે વિદ્યાર્થીને
આપોઆપ પાસ કરી દેવાતો. ક્યારે'ક તો એવુંય સાંભળવા મળતું કે "ચડાઊ -પાસ" કર્યો છે..!!( એટલે પાસ થવા માટે થોડાં ઘણા ગુણ ધટતા હોય, તો સાહેબ દ્રારા ઉમેરીને વિદ્યાર્થીને ઊ`ત્તિર્ણ કરી દેવાતો.)
કારણ કે ભણાવનારા સાહેબ જમીન આસમાન એક કરી નાંખે તોય ~ એક શબ્દ' પેલા ઠોઠ વિદ્યાર્થીના દિમાગમાં
બેસવાનો જ ના હોય, !! એટલે કયો શિક્ષક એવી માથાફોડ કરે??
અને ખરેખર...અમુક વિદ્યાર્થી એવાય હતા, કે ભણવાના~મહાચોર અને 'કાળાં અક્ષર ' જુએ એટલે વાલીડાંઓ નું દિમાગ બંધ પડી જાય...! અમુક ખાં-સાબો ને તો એમના ઘરે તેડવા જાવા પડતાં,.! તોય આના -કાની ને ધમાલ કરે એટલે પછી અમારી ચારે'ક જણાની ટીમ` પોતાની આગવી શૈલીનો પ્રયોગ આરંભ કરે.! એમા એક જ્ણ દફતર પકડે. અને બીજા અમે ત્રણ જણા પેલાને ટીંગા-ટોળી કરીને નિશાળે ઉપાડી લાવીએ.
એમાં એક 'પ્રવિણ' કરીને અમારી સાથે ભણતા છોકરાને તો ખુદ એના પિતાજી મહા-મહેનતે ખંભા પર બેસાડીને નિશાળે મુકવા આવતા...! એના દિદાર પણ જોવા જેવા હોય. ચહેરો માર ખાધો હોય એટલે લાલ થઈ ગયો હોય.અને આખુ શરીર પરસેવે રેબઝેબ હોય. શાળાની અંદર આવ્યા પછીય ભાઈ તો છુટ્ટીને ભાગી જવા માટે રીતસર તરફડીયા મારતા હોય.
~•~•~•~•~•~•~•~•~•~•~•~•~•~•~•~•~•~•
આમ ગણો તો અમારી શાળાંમાં ગણો તો ૭૦ % વિદ્યાર્થીઓ ઠોઠ હતા...!!
એમાં થોડી'ક ભુલ કદાચ સાહેબોની પણ હશે, કે જેમણે આવા ' મહાઠોઠ શિષ્યો 'ની સુધારણા પ્રત્યે લાપરવાહ રહ્યા. જોકે એમાં અપવાદ રુપ તરીકે અમારા ગામનાં જ
'મંજુલાબેન' નામે એક ટીચર હતા. આશરે પાત્રીસેક વરસની ઊમર હશે. પ્રતિભાશાળી વ્યક્તિત્વ. ઉડીને આંખે વળગે એવી સુઘડતા.સ્વભાવના કડક અને ત્રીજા ધોરણમાં ભણાવતા, જે કોઈ વિદ્યાર્થી ત્રીજા ધોરણમાં આવે એમને ~ અગિયારાનો ઘડીયો મોઢે કરવો જ પડે.! અને જો કોઈ વિદ્યાર્થીને ના આવડે તો એ ~ ફૅલ થાય. એની પુરી ગેરંટી....અગિયારા ના ઘડીયા પાક્કા કરવાના, નહિતર બે-કલાક તડકે ઊભા રહેવાની સજાય મળે..અાવી ભણાવવાની એમની થિઅરી હતી..
અમારા કમ-નશીબ કે અમને એ બેન પાસે ભણવાનો અવસર ના મળ્યો. અમે ત્રીજા ધોરણમાં આવ્યા .....
વૅકેશન ખુલવા આડે માત્ર બે-ચાર દિવસો બાકી હશે.
એ અરસામા ગામમાં કોઈએ વિચારી નહીં હોય....એવી ઘટના ઘટી.! મને યાદ છે એ મુજબ લગભગ બપોરના ૧૧ વાગ્યાનો સમય થયો હશે. હું મારા ડેલી ખાનામાં ~ અગિયારા નો પાઠ વાંચતો હતો. એજ ઘડીએ મારી સામે રહેતી અને મારાથી એક ધોરણ આગળ ભણતી છોકરીએ મને સમાચાર આપ્યા કે " તારા ટીચર તો ગુજરી ગયા "
( મૃત્યું થયું ) આ શબ્દો સાંભળતા વેંત મે એ મંજુલા બેનના ઘર તરફ દોટ મુકી, પણ સાચેજ એ ટીચર હવે આ મતલબી દુનિયા છોડીને ચાલ્યા ગયા હતા, ટીચરે પોતાની જાતે જ જીવન ટુંકાવી લીધું હતું.
( એટલે પછી 3rd standard માં ટીચર સુશીલાબેન પંડ્યા રીપીટ થયા )
બચપણ ની મધુર યાદ. ~~ ક્રમશ:
દોસ્તો....બીજો ભાગ અહિં પુરો થાય છે. આગામી પોષ્ટ માં આપની સમક્ષ રજુ કરીશ.ત્રીજા ભાગની- યાદગાર પળો.
ધન્યવાદ.
Written by~ bharat Gajera.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો
Thank you