વિરામચિન્હો સાથે સામ્યતા ઘરાવતા લોકો
આમ તો વાતચીત દરમિયાન વિશ્વમા અગણીત પ્રકારની ટેવો ધરાવતા લોકો જોવા મળે છે. પરંતુ અહિયા મુખ્ય ૧૪ પ્રકારના લોકોને, લખાણમા ઉપયોગ કરાતા વિરામચિન્હો સાથે સરખાવીને રસપ્રદ તારણ આપવામા આવ્યુ છે.
વાંચીને તમને પણ ચોક્કસ મજા પડશે. !
૧ — મુંગામંતર એટલે, પુર્ણ વિરામ. ( . )
૨— કામ પુરતુ જ બોલનારા એટલે, અલ્પ વિરામ. ( , )
૩ — વધારે પડતા સવાલ પુછનારા એટલે,
પ્રશ્નવાચક ચિન્હો ( ? )
૪ — બધી વાતચીત ટુંકમા પતાવનારા એટલે,
લોપક ચિન્હ ( ' )
૫ — દરેક વખતે બીજા સાથે સરખામણી કરનારા એટલે,
ઈક્વલ ચિન્હો ( = )
૬ — વાતચીત દરમિયાન વચ્ચે થોડુ અટકીને વિચાર્યા પછી બોલનારા એટલે અર્ધ વિરામ ( ; )
૭ — વાતવાતમાં આશ્ચર્ય પ્રકટ કરતા અને ચહેરા દ્રારા
એકસપ્રેશન રજૂ કરતા લોકો એટલે,
ઉદગાર ચિન્હો ( ! )
૮ — દરેક વાતમાં અન્ય વ્યક્તિઓએ બોલેલી કે લખેલી
વાતોના દાખલા આપનારા એટલે, અવતરણ ચિન્હો
( " " ' ' )
૯ — દરેક વાતે મતલબ કે કારણ દર્શાવતા લોકો એટલે,
કૌસ ચિન્હો ( { } )
૧૦ — વારંવાર સમજુતી આપતા અને ધ્યેય દર્શાવતા લોકો એટલે, ગુરુ વિરામ ( : )
૧૧ — ઉતાવળીયા અને મોટે ભાગે અધુરી વાત જણાવનારા એટલે વિગ્રહ રેખા ( - )
૧૨ — એકનીએક વાતને અલગ અલગ પ્રકારે રજુ કરતા
લોકો એટલે, ગુરુરેખા ( — )
૧૩ — એકબીજાની ચઢામણી કરનારા અને વિભાજન
વાદી લોકો એટલે, તિર્યક નિશાની ( / )
૧૪ — વાત કરતા કરતા અમુક નામો ભુલી જતા અને વાત પુરી થયા પછી તે નામ યાદ આવે તેવા ભુલકણા લોકો એટલે, કાકપાદ ( ^ )
૬/૧૧/૨૦૧૯.
— બી.ડી ગજેરા
લોપક ચિન્હ
જવાબ આપોકાઢી નાખોસરસ..મતલબ કે તમે તમારા મંતવ્યને ટુંકમાં સમજાવી દિધુ..
કાઢી નાખો