આડેધડ છાશ પીવાના ગેરફાયદા
એક જાણવા જેવી ખાસ વાત :
આપણે સૌરાષ્ટ્રવાસીઓ છાશ વગરનું ખાણું કદિ પણ વિચારી ના શકીએ. પણ શુ આપ જાણો છો ? કે ; છાશ હમેશા તાજી બનાવેલી અને સ્હેજ તુરી -મોળી હોવી જોઈએ, આવી છાશમા જીરુ, સિંધાલુણ મીઠુ અને હિંગ જેવા માફકસર મસાલા નાંખીને પીઓ તો અતિ ઊત્તમ છે.
પરંતુ આપણે શુ કરીએ છે, કે એકસાથે આખી મોટી તપેલીની છાશ બનાવી દઈએ છે. પછી આડેધડ એક બે દિવસ સુધી પીધા કરીએ છે, અને એ પણ ફ્રિજમાં મુકીને.!
જે ઘણા લોકોને અનુકુળ નથી આવતી અને નાની મોટી કષ્ટદાયક તકલીફો થયા કરે છે. જેમાં માથાનો દુખાવો, આંખોમાં બળતરા, જાડામાં ચિકાશ, શરીરમાં આળસ,
શરીરમાં દુ:ખાવો - કળતર, હાથ પગમાં તોડ, વારંવાર પેશાબ લાગવો, જેવી ઘણીબધી ન સમજાય તેવી તકલીફ થતી હોય છે. જે લાખ દવા લેવા અને ગમે તેટલા રીપોર્ટ કરાવા છતા કદી પણ પકડાતી જ નથી !
માટે જ આજથી એક નિયમ બનાવો કે જો છાશ પીવી જ હોય તો બપોર - સાંજ બેઉ ટાઈમ તાજી જ બનાવીને પીવાનું રાખો. પછી ફ્રિઝમાં મુકવાની ભુલ ના કરશો. ફ્રિઝમાં રાખેલ છાશ પીવાથી ફાયદો કરવાના બદલે ઘણી વખત મોટા ગેરફાયદા પણ કરે છે. બની શકે તો છાશ ભરવા માટીની દોણીનો ઉપયોગ કરો. માટીની દોણીમાં ભરેલી છાશ અતિ ગુણકારી તથા સુપાષ્ય ગણાય છે.
ગાયના દૂધમાંથી બનાવેલી છાશ સૌથી વધુ ગુણકારી માનવામાં આવે છે. છાશ પીવાથી રોગો આપણી નજદિક પણ નથી ભટકતા અને કેટલાક એવા રોગો જ દૂર થાય છે, તે ફરી ક્યારેય થતા નથી.
આર્યુવેદમાં છાશને ધરતીનું અમૃત કહી છે, અને શરીર તથા સ્વાસ્થ્ય માટે અતિ ઉત્તમ છે, પણ એ ત્યારે જ પુરેપુરી લાભદાયક અને અસરકારક સાબિત થાય કે આપ સંપુર્ણ રીતે આર્યુવેદમાં જણાવેલા નિયમ અનુસાર છાશનો ઉપયોગ કરો.
હા, ઉનાળાની ગરમીમાં બંને ટાઈમ છાશ પીઓ, તે એક રીતે ઠીક છે. પણ બારે મહિના ફ્રિઝમાં રાખેલી અને પડતર છાશ પીવાથી ચોક્કસ પરહેઝ કરો.
અને થઈ શકે તો બીજો એક ઉમેરો કરો કે સાંજના વાળુ ટાણે છાશ બંધ કરી અને ગુનગુનુ ગરમ કરેલુ દુધ પીવાનુ ચાલુ કરો. કારણ આપણા આર્યુવેદમાં પણ કહ્યુ છે કે સાંજના ભોજનમાં હંમેશા દુધ લેવુ.
નોંધ ; 'હું કોઈ વૈધ કે ડોકટર નથી પણ આ લેખ મારા અનુભવ આધારીત છે,' "મારા ઘરમાં હવે તાજી જ છાશ બનાવીને પીવાનુ પ્રારંભ કરાવ્યુ છે. અને ઉપર મુજબની તમામ તકલીફોથી છૂટકારો મળ્યો છે. ત્યારબાદ આ પ્રયોગ બીજા લોકોને પણ જણાવ્યો અને તેઓને પણ ઘણી રાહત છે."
જો તમને પણ ઉપર જણાવેલ શારીરીક સમસ્યાઓ થતી હોય તો આડેધડ છાશ પીવાના બદલે આ પ્રયોગ કરી જુઓ.
કદાચ બેસ્ટ રીઝલ્ટ મળી શકે.
તા, ૨૯/૧૧/૨૦૧૯.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો
Thank you