Sweet childhood —3 | we play in the lap of the villages
sweet childhood —3 | We play in the lap of the villages રમતા'તા અમે ગામડા ની ગોદમાં..! મારા બાળપણાની મધુર યાદો...ભાગ ~૩ ત્રીજા ધોરણ મા આવ્યા પછી ... અમને રમત ગમત ની ધુન ચડવા લાગી...એમાં મુખ્ય ગણાવું તો ૧—ગિલ્લી દંડા, ૨–ખુતામણી, ૩— બાકસની છાપ, ૪–અંટીઓ,૫–સાત ઠીકરી, વિગરે. એમાય સૌથી વધારે ક્રિકૅટ નો વાવર દિમાગ માં ભરાવા માંડ્યો.... જો'કે અમે તેને બૅટ–દડાં તરીકે જ જાણતા.! સ્કુલ છુટ્યા પછી સાંજે અમે સાતેક જણા બેટદડે રમવાં જઈએ. આમ જા'ણે મોટા ખેલાડી ની જેમ ગામના છેડે જઈને રમવાનું.! અમારુ હરીપુરા ગામ. એટલે જાણે ખોબા જેવડું. મારા ઘર પછવાડે થી ~ ત્રણેક ખોરડાં મુકીને ચાલીએ એટલે અમારુ "ઈડન ગાર્ડન" પણ, એમાં બેટ એટલે મારા ઘરનો કપડાં ધોવાનો ~ધોક્કો.' અને સ્ટંમ્પ એટલે ૩- ત્રાહી-બાંગી બાવળની સોટીઓ (પાતળી ડાળી ના ટુકડાં ) ખેલાડીની થોડી માહિતી આપુ તો એમા જાણે એક હું, બીજો નરેશ ડાવરા હાઈટ ઓછી પણ તોડ–જોડ કરવામા હોશિયાર. ત્રીજો દિનેશ આસોદરીયા એકવડો બાંધો લંબાઈ માં અમિતાભ બચ્ચન.!! પછી જયેશ ગજેરા,ભરત નાકરાણી તથા કદીક મારો ભાઈ નરેશ પણ હોય. અને બીજા બે'ક જણ અદલ...