આડેધડ છાશ પીવાના ગેરફાયદા
એક જાણવા જેવી ખાસ વાત : આપણે સૌરાષ્ટ્રવાસીઓ છાશ વગરનું ખાણું કદિ પણ વિચારી ના શકીએ. પણ શુ આપ જાણો છો ? કે ; છાશ હમેશા તાજી બનાવેલી અને સ્હેજ તુરી -મોળી હોવી જોઈએ, આવી છાશમા જીરુ, સિંધાલુણ મીઠુ અને હિંગ જેવા માફકસર મસાલા નાંખીને પીઓ તો અતિ ઊત્તમ છે. પરંતુ આપણે શુ કરીએ છે, કે એકસાથે આખી મોટી તપેલીની છાશ બનાવી દઈએ છે. પછી આડેધડ એક બે દિવસ સુધી પીધા કરીએ છે, અને એ પણ ફ્રિજમાં મુકીને.! જે ઘણા લોકોને અનુકુળ નથી આવતી અને નાની મોટી કષ્ટદાયક તકલીફો થયા કરે છે. જેમાં માથાનો દુખાવો, આંખોમાં બળતરા, જાડામાં ચિકાશ, શરીરમાં આળસ, શરીરમાં દુ:ખાવો - કળતર, હાથ પગમાં તોડ, વારંવાર પેશાબ લાગવો , જેવી ઘણીબધી ન સમજાય તેવી તકલીફ થતી હોય છે. જે લાખ દવા લેવા અને ગમે તેટલા રીપોર્ટ કરાવા છતા કદી પણ પકડાતી જ નથી ! માટે જ આજથી એક નિયમ બનાવો કે જો છાશ પીવી જ હોય તો બપોર - સાંજ બેઉ ટાઈમ તાજી જ બનાવીને પીવાનું રાખો. પછી ફ્રિઝમાં મુકવાની ભુલ ના કરશો. ફ્રિઝમાં રાખેલ છાશ પીવાથી ફાયદો કરવાના બદલે ઘણી વખત મોટા ગેરફાયદા પણ કરે છે. બની શકે તો છાશ ભરવા માટીન...