ગામનુ રળીયામણુ પાદર
રોઢા ટાણે પાદરના નાનકડાં ઢાળે અને ગામની શાળા સામેથી પસાર થઇએ એ સાથે જ અમારા કાને રુડાં પીહ...પીહ..પી ના સ્વર ગુંજતા, પાદરની મહાકાય ઘેઘુર પીપરો પર ઉંચે નઝર કરતા રાતા મનોહર કાંઠલા ધારણ કરેલાને રાતી ચાંચ વાળા પોપટના ટોળા જોઈ શકાતા.! પાદરમાં વિલાયતી નળીયાવાળી પંચાયતની મોટી જાજરમાન ઓફિસ હતી. તેની ડાબી બાજુ થોડાં અંતરે નાનકડુ ચોગાન ધરાવતી જુની પ્રાથમીક શાળાના મજાના બે ઓરડા હતા, તેની પાછળ મોટુ જબ્બર મેદાન, તેના છેડે ચાર ઓરડાવાળી બીજી નવી નિશાળ હતી, બસ આ ત્રણેય સરકારી મિલ્કતની પાણાની દિવાલોમાં પડેલા બાકોરા તેમજ નળીયા અને દિવાલના સાંધામા રહેલી જગ્યાઓમાં આ પોપટ વંશનુ રહેઠાણ, ખાવા પીવા માટે તો આથમણી દિશામાં પાકથી લહેરાતા ખેતરો. જ્યાં મન પડે એ ખાઈ પીએ, રોંઢા ટાણે પાછા પાદરમાં આવી પહોંચે તે છેક સાંયકાળ સુધી આનંદ કિલ્લોલ કરતા પીપરો ની ડાળીઓ પર ઝુલતા વળી ઉડિને માળામાં રાહ જોતા બચ્ચા પર વ્હાલ વરસાવી આવે......!! દિ' આથમે એટલ પોતે પોતાના માળામાં બાળુડાની સંગાથે રાત્રીની મીઠી નિંદર માણે તે વહેલુ પડે સવાર..!! આપની જાણખાતર અહિં એક ઉલ્લેખ કરુ છુ, કે પોપટ પોતાના માળા કદ...