પોસ્ટ્સ

કુવા બોર રિચાર્જ સજેશન

આજે સૌરાષ્ટ્રના મોટા ભાગના ખેતરોમાં સરેરાશ બે જેટલા બોર ( દાર) કોરા એટલે કે પાણી વગરના પડતર પડેલા છે. આવા બોરમાં વરસાદી પાણી રિચાર્જ કરવા માટે ખુબ કામ લાગે તેવા છે. હવે જોઈએ કે આવા પડતર પડેલા બોર રિચાર્જ કરવા માટે શું કરવું જોઈશે. સૌ પ્રથમ બોરની નજીકમાં તમારા પોતાના ખેતરનું વરસાદી પાણી પસાર થતું હોય એવા કોઈ છેલા કે ખાળીયાની બાજુમાં ( કાઠે ) આશરે ૪ ફુટ ઓરસ ચોરસ અને ૬ ફુટ ઊંડો ખાડો કરો, હવે ખાડાના તળીયાથી એટલે કે ૬ ફુટ ઊંડી સળંગ ખાઈ ખોદો, જેનો બીજો છેડો તમારા પડતર બોર સુધી પહોચાડો, હવે આ ખોદેલી ખાઈના તળીયે —ખાડાથી લઇ અને તમારા બોર સુધી ચાર ઈંચ પહોળાઈની પાઇપ પાથરી દ્યો. હવે જાણીએ આ ૬ ફુટ ઊંડા ખાડામાં પાણી સંપુર્ણ રીતે  ચોખ્ખુ કરવા માટે શું શું કરવુ.?? ખાડાના તળીયે જે પાઇપ છે સૌ પ્રથમ તેના મોઢા આગળ પ્લાસ્ટીકની મજબુત અને માપસરના કાણા વાળી એક જાળી ફીંટીગ કરી દેવી, પછી આ ખાડાને બે ફુટ જેટલો સોપારી જેવા જીણા પત્થરથી ભરી દેવો. બીજો થર બે ફુટનો રાખવો જેમાં કપચી ભરી દેવી, તથા છેલ્લે ઉપરના બે ફુટમાં મોટા ગોળ પત્થર ભરવા ટોટલ ૬ ફુટનો ખાડો આવી રીતે ભરાઈ ગયો. લાસ્ટમાં ખાડાની છેલા બાજ...

હરીપુરા ગામનો ઈતિહાસ

ઊગમણી દિશામાં તામ્રવર્ણા રંગમા જબોળેલ આભ કળાય રહ્યું હોય. વહેલી પરોઢે સંભળાતું ચકલીયોનુ સમુહ ગાન. ઝાકળથી લથબથ વૃક્ષોના લીલુડાં પાંદડાં. લહેરાતા મોલ પરથી  આવતી ભીની ભીની ફોરમ. સીમ વગડાંમાં થી કોયલના ટહૂકારાં, વૈયા, તેતર, કલકલીયાની કોરસ મંડળીના સુર. દેવમંદિરના ગર્ભગૃહમાં કર્ણપ્રિય તાલમાં રણઝણ વાગતી ઝાલર ને મધુરો ધંટનાદ. ગોધલીયાની ડોકે બાંધેલ જીણી ઘૂઘરીયુંનો રીમઝીમ રણકાર. આવુજ ચિત્ર મનના પોલાણમાં ઊગી નિકળે જ્યારે આપણા કર્ણપટલ પર ગામડાંનુ નામ સંભળાય.  સાથેજ ગામડાંમાં વ્યતિત કરેલા બાળપણના એ સઘળા અમૂલ્ય દિવસો જા'ણે નજર સમક્ષ ભજવાતા હોય એમ દિસે..! જે ભોમકામાં મારા  જીવનના બારેક વરસ  પસાર થયા છે. એજ મારા ગામ હરીપુરાનો અહિં આછેરો ટૂંકો  ઈતિહાસ  માંડવો છે.  અમરેલી તાલુકાનું નાનકડુ અને રળીયામણું ગામ એટલે અમારુ હરીપુરા. આમ જુઓ તો આપણા પાટનગર ગાંધીનગર ને થોડાં અંશે મળતુ આવે.! જો વિગતે જણાઉં તો ગાંધીનગરમા જેમ ચારે તરફ ચોકડીઓ પડે, એમજ  અમારા આખા ગામમાં દરેક શેરીએ ચોક પડે, એ  પ્રમાણે ગામની રચના કરવામાં આવેલી છે. મિત્રો ગામની સ્થાપ...

Sweet childhood —3 | we play in the lap of the villages

sweet childhood —3 | We play in the lap of the villages રમતા'તા અમે ગામડા ની ગોદમાં..! મારા બાળપણાની મધુર યાદો...ભાગ ~૩ ત્રીજા ધોરણ મા આવ્યા પછી ... અમને રમત ગમત ની ધુન ચડવા લાગી...એમાં મુખ્ય ગણાવું તો ૧—ગિલ્લી દંડા, ૨–ખુતામણી, ૩— બાકસની છાપ, ૪–અંટીઓ,૫–સાત ઠીકરી, વિગરે. એમાય સૌથી વધારે  ક્રિકૅટ નો વાવર દિમાગ માં ભરાવા માંડ્યો.... જો'કે  અમે તેને બૅટ–દડાં તરીકે જ જાણતા.! સ્કુલ છુટ્યા પછી સાંજે અમે સાતેક જણા બેટદડે રમવાં જઈએ. આમ જા'ણે મોટા ખેલાડી ની જેમ ગામના છેડે જઈને રમવાનું.! અમારુ હરીપુરા ગામ. એટલે જાણે ખોબા જેવડું. મારા ઘર પછવાડે થી ~ ત્રણેક ખોરડાં મુકીને ચાલીએ એટલે અમારુ "ઈડન ગાર્ડન" પણ, એમાં બેટ એટલે મારા ઘરનો કપડાં ધોવાનો ~ધોક્કો.' અને સ્ટંમ્પ એટલે ૩- ત્રાહી-બાંગી બાવળની સોટીઓ (પાતળી ડાળી ના ટુકડાં ) ખેલાડીની થોડી માહિતી આપુ તો એમા જાણે એક હું, બીજો નરેશ ડાવરા હાઈટ ઓછી પણ  તોડ–જોડ કરવામા હોશિયાર. ત્રીજો દિનેશ આસોદરીયા એકવડો બાંધો લંબાઈ માં અમિતાભ બચ્ચન.!! પછી જયેશ ગજેરા,ભરત નાકરાણી તથા કદીક મારો ભાઈ નરેશ પણ હોય. અને બીજા બે'ક જણ અદલ...

મારી નિશાળના મીઠાં સંભારણા...!

મારા બાળપણ ની મધુરી યાદો...ભાગ~૨ મિત્રો......આગળની પોષ્ટમાં આપણે પહેલા -બીજા ધોરણ વિષેની યાદો વાગોળી. હવે અહીં  આપની સમક્ષ રજુ કરી રહ્યો છુ, મારી નિશાળનાં મીઠાં સંભારણા..! હવે થોડી વાતો ૩જા ધોરણ ની લઈશુ. ટીચર પણ એના એજ સુશીલાબેન પંડ્યા. ( કારણ આગળ જાણવા મળશે..) અમારો રુમ એજ નવી નિશાળ માં. અને વિદ્યાર્થીની સંખ્યા ૩૭ જેટલી જેમા આશરે ૧૮ છોકરાઓ અને બાકીની છોકરીઓ. આગળના લેખ માં વાત કરી એમ ભણવામાં  બધા વિદ્યાર્થીઓમાં હું હોશિયાર હતો.અને ગણો તો મૉનિટર પણ ખરો.. એટલે સ્કુલ ના બપોર પછીની પાળીના  જે કંઈ કામકાજ હોય એ શિક્ષક મને સોંપતા, એમા શાળાં ની એક તરફ લગભગ ૫૦૦ ફુટ લંબાઈ ની કાંટાળા તારની વાંકી-ચુકી વાડ હતી, એ તાર ઘણી  વખત રેઢીયાર ઢોરો  તોડી નાંખતા. એટલે અમારા હેડ-માસ્તર રમણિક શાબ મને રીપૅર કરવાનુ કામ સોંપતા, (અમારા પ્રિન્સીપાલ રમણીક સાબ પાછા એક તકીયા કલામ થી પ્રખ્યાત હતા, વિદ્યાર્થી ઓને ડાંટ આપતી વખતે વારંવાર એક શબ્દ બોલતાં ~ 'એય હડફા હેઠો બેહ... હેઠો બેહ'.) સાંજેે સાડા ચાર વાગ્યે અમને રમવાની છુટ્ટી મળે,  એ દરમિયાન આ બધા કામ  કરવાના હોય. ત...

Information about Gajera surname

ગજેરા શાખ વિષેની માહીતી સૌરાષ્ટ્રના લેઉવા પટેલો મા લગભગ ૮૦૦ થી વધારે અટકો સામેલ છે, સૌરાષ્ટ્ર લેઉવા પટેલ મા મુખ્યત્વે ત્રણ ફાંટા જોવા મળે છે. જેમા ૧- "હાલારી"  જેના વડવાઓ ચરોતર તેમજ આસપાસના વિસ્તારમાં થી સૌરાષ્ટ્રના હાલાર પંથક મા વસવાટ કર્યો હોવાથી હાલારી પટેલ તરીકે ઓળખાયા. ૨ -"ગોલવાડીયા" પટેલના વડવાઓ એ ચરોતર તથા ભાલ વિસ્તારમાં થી ગોહીલવાડમાં  ( હાલ ભાવનગર જીલ્લો ) વસવાટ કર્યો હોવાથી તે લોકો ગોલવાડીયા તરીકે ઓળખાયા. ૩-"ગુજરાતી" પટેલ જે મધ્ય ગુજરાતમાં થી  સૌરાષ્ટ્રમા વસવાટ કર્યો હોવાથી ગુજરાતી પટેલ કહેવાયા. મુળતો બધા પટેલો સમાન છે. આ ફક્ત જુના વખતની પ્રાંત મુજબ એક ઓળખ છે. મિત્રો માનવોનુ સ્થાંળતર અનાદી કાળથી ચાલતું આવ્યુ છે, સ્થાળંતર માટે મુખ્ય ભુમિકા હોય છે રોજીરોટી.. અન્યમાં કોઈ રોગચાળાના કારણે પણ સ્થાંળતર થતું હોય છે, ત્યાર પછીના કારણમા કોઇ સાથે વેરઝેર હોય તો પણ શાણા માણસો મુળ જગ્યાથી.. દુર વસવાટ કરતા હોય છે. જેમકે શ્રી કૃષ્ણ ભગવાને પણ મથુરા છોડી અને સૌરાષ્ટ્રના દ્રારકામા વસવાટ કર્યો હતો. એવાજ કોઈ કારણોસર ગજેરા અટક ના વડવાઓ...

ડાયાબિટીશ મટી શકે છે...!

ડાયાબિટીસ મટી શકે છે...! અને હાઈ બ્લડ પ્રૅશર પણ ભાગી જાય છે. મારા એક દોસ્તને  આજથી પાંચેક વરસ પહેલા  લગભગ 300 જેટલી ડાયાબિટીસ આવી હતી. અને સાથે high BP પણ ખરુ, ઉપરનુ 170 તથા નીચેનુ લેવલ 100 જેટલુ અધધ...(યાદ રહે high BP મા ઉપરનુ દબાણ કદાચ 170-180 જેટલુ હોયતો એટલુ બધુ ટેન્શન જેવું ના હોય. જોકે ખતરોતો ખરોજ, પરંતુ નીચેનુ લેવલ 100 ઉપર જાય એટલે ખતરનાક ગણાય.એમણે ત્યાર બાદ બીપીની દવાય ચાલુ કરી.  એ સમયે લગભગ એમની ઉમર  ૩૫ વરસ ની હતી. ૩૦૦ જેટલી સુગર આવી એટલે સ્વભાવિક છે કે  ડાયા બિટીશની દવા ચાલું કરવીજ પડે, એમને પાછો વાર તહેવાર અને લગ્ન પ્રસંગ દરમિયાન ખાવાનો ક્ન્ટ્રોલ ના હોય. આમતો એમને ગળામણ પહેલેથીજ વધારે વ્હાલુ ખરુ. એટલે પ્રસંગોપાત પુરુ પેટ ભરીને દાબી જાય. ' એમ સમજો કે એમને દોડવું હોય અને ઢાળ મળે.' આમ તો રોજ સવાર-સાંજ  ચાલવા પણ જાય.આખા દિવસ દરમિયાન ચાર પાંચ કિલોમીટર જેટલું અંતર કાપી આવે. પણ છતાય જમ્યા બાદ સુગર લૅવલ 150-170 જેટલુ ક્યારેક તો 200  પણ આવે. પ્રંસગોપાત દાબી લેવાના કારણે....!તથા ભુખ્યા પેટે લેવલ 80-90 જેટલુ આવતુ હતુ. ક્યારેક વઘારે  પણ ...

My childhood's sweetened mamories

bharat. Gajera. મારા બાળપણાની મધુર યાદે.... મિત્રો....બચપણની યાદો બધાને ખુબજ મીઠી લાગતી હોય છે. તમારી જેમ મને પણ એમ થાય છે, કે પાછા આપણે એ નાનપણના દિવસો માણવા મળે તો ?? ....કેટલી મજા પડે !!! દોસ્તો આજે હું મારા એ સોનેરી દિવસોની મીઠી - મધુરી અને આજીવન માનસપટલ પર કબ્જો જમાવતી યાદો આપની સમક્ષ રજુ કરુ છુ. આમતો હું મારા મનની અને અંગત વાતો ક્યારેય કોઇની સામે શૅર કરતો નથી, પણ આજે કંઈક અલગજ મુડ હોવાથી મને એમ લાગે છે, કે મારી લાગણી આપની સાથે શૅર કરુ. મિત્રો ક્યાંથી શરુઆત કરૂ એ સમજાતું નથી પણ મને યાદ છે, એ મુજબ જ્યારે હું પહેલા ધોરણમાં ભણતો ત્યારની વાત કરુ તો ઇ.સં   ૧૯૮૪  - ૮૫ માં મારા ગામ હરિપુરાની સરકારી નિશાળમા મને ભણવા મુક્યો. (એ વખતમા ૫ - વરસના બાળકને સ્કુલમા દાખલ કરતા) એ સમયમા કોઈ બાળકને પહેલા ધોરણમાં ભણવા બેસાડે એટલે શ્રીફળ વધારે અને  બધા વિદ્ધાર્થીને શેષો  વહેંચવામાં આવે. તે વખતે શ્રીફળની શેષ ભાગ્યે ખાવા મળતી એટલે ખુબજ મીઠી લાગતી. (એ વાત અલગ છે કે આની પહેલા મને ગામના બાલમંદીરમાં ભણવા બેસાડ્યો હતો, શારદાબેન નામે ટીચર હતા. ત...