હરીપુરાનો દિહાણ સીમનો કેડો
આમ તો અમારુ હરીપુરા ગામ નાનકડું અને આયોજનપુર્વક વસાવેલુ છે. જ્યારે ભારતની ભુમી પર આઝાદીના પડઘમ પડધાય રહ્યા હતા એ સમય ૧૯૪૪- ૪૫ ના ગાળામાં ગામની સ્થાપના થઈ હતી. બિલખા સ્ટેટના કુવર હરીસિંહજીના નામ પરથી ગામનુ નામ હરીપુરા રાખવામાં આવ્યુ હતુ. એજ અમારા ગામના પુર્વ દિશાના સીમ ખેતરો એટલે — દિહાણ = આજે મને બાળપણના એ જુના દિવસો યાદ આવી ગયા ....કે જ્યારે અમે દિહાણ કોરની અમારી વાડીએ જતા ત્યારે મારગમાં કેવા ઢાળ—ઢોળાવ ને વળાંકો આવતા,.... કેવા કેવા ઝાડ—વાડને છોડ જાણે અમને આવકારતા હોય એેમ નિત્ય લહેરાતા નજરે પડતા. સવાર...સાંજ કે, બપોરનો સમય હોય, દરેક વખતે તેઓ ભિન્ન ભિન્ન રુપરંગે જોવા મળતા. તડકો હોય ટાઢ કે વરસાદ એ મારગનુ રુપ અમને તો કાયમ રુડુ જ લાગતુ !! આમ ગણો તો ગામમાં અમારુ ઘર દક્ષિણ પશ્વિમ ભાગમાં આવેલુ છે. ગામની ઓળખ મુજબ ખુણાવાળાં તરીકે ઓળખાતી શેરીની બોર્ડર પણ કહી શકાય, અમારા ઘરની ડેલી સામે જ થોડુ મેદાન અને પછી ઢોરને પાણી પાવા માટેનો અવેડો હતો. અમારી ડેલી બહાર નિકળીને ઉગમણી દિશાકોર નજર કરો એટલે દિહાણની સીમમાં જવાનો કેડો દેખાય. આમ અમારી શેરીનુ ક...