પોસ્ટ્સ

મને ગમતુ ! ગ્રામીણ જીવનનું મોંઘેરુ બાળપણ.

 સુંદર અનૂભવોનું શબ્દમય વૃતાંત      દોસ્તો...માનવ જીવનનો શ્રેષ્ઠતમ સુવર્ણકાળ એટલે બાલ્યાવસ્થા અને મુગ્ધાવસ્થા, આ સમયકાળમાં આપણા માનસપટલ પર જે કંઈ અંકિત થયું હોય, એ સધળું ચિત્ર મીઠાં સંભારણા રુપે અંતરમનના  પડળ પર આજીવન સંગ્રહીત થઇ જતું હોય છે.!! મારા એજ યાદગાર અનુભવોને કવિતા સ્વરૂપે આપની સમક્ષ હૂબહુ દૃશ્યમાન કરવાનો મારો નાનકડો પ્રયાસ છે. બાળપણમાં પરમાનંદ રૂપે જે કંઈ મારા મન—મગજમાં સંગ્રહીત થયું છે. એને મે, એક સુંદર કવિતામાં ઢાળ્યું છે. આમા વણેલી વાતો મહદઅંશે ઇ.સં ૧૯૮૩ થી માંડીને ૧૯૯૩ સુધીના સમયની છે. 🔅:-> મને ગમતું— મારી કાવ્યધારા.  ઉધડતા આભનું અંજવાળું અને પ્રભાતના પહોરે પંખીઓનું— ગાણું, મને ગમતું.   ધરણીનો આલ્હાદક વાયરો અને ઢળતી સાંજનું ઝાલર —ટાણું, મને ગમતું.   તારલાથી ચમકતું આભ અને મધરાતે ભજનમા વાગતું —વેણું, મને ગમતું.   ગા્રય માટીનું રહેઠાણ અને કાચા ઘરને શોભતું માં’નું —લીપણું, મને ગમતુ.   ખેતરની મહેકતી ફોરમ અને વાડી પૈયામાં ખવાતું ટાઢું —ભાણું, મને ગમતું.  પત્થરોની ગોદમાં પાકેલું પાણી અને ગામડાંનું નિર્ભેળ  દેશી ...

ગામનુ રળીયામણુ પાદર

છબી
 રોઢા ટાણે પાદરના નાનકડાં ઢાળે અને ગામની શાળા સામેથી પસાર થઇએ એ સાથે જ અમારા કાને રુડાં પીહ...પીહ..પી ના સ્વર ગુંજતા, પાદરની મહાકાય ઘેઘુર પીપરો પર ઉંચે નઝર કરતા રાતા મનોહર કાંઠલા ધારણ કરેલાને રાતી ચાંચ વાળા પોપટના ટોળા જોઈ શકાતા.! પાદરમાં વિલાયતી નળીયાવાળી પંચાયતની મોટી જાજરમાન ઓફિસ હતી.  તેની ડાબી બાજુ થોડાં અંતરે નાનકડુ ચોગાન ધરાવતી જુની પ્રાથમીક શાળાના મજાના બે ઓરડા હતા, તેની પાછળ મોટુ જબ્બર મેદાન, તેના છેડે ચાર ઓરડાવાળી બીજી નવી નિશાળ હતી, બસ આ ત્રણેય સરકારી મિલ્કતની પાણાની દિવાલોમાં પડેલા બાકોરા તેમજ નળીયા અને દિવાલના સાંધામા રહેલી જગ્યાઓમાં આ પોપટ વંશનુ રહેઠાણ,  ખાવા પીવા માટે તો આથમણી દિશામાં પાકથી લહેરાતા ખેતરો. જ્યાં મન પડે એ ખાઈ પીએ, રોંઢા ટાણે પાછા પાદરમાં આવી પહોંચે તે છેક સાંયકાળ સુધી આનંદ કિલ્લોલ કરતા પીપરો ની ડાળીઓ પર ઝુલતા વળી ઉડિને માળામાં રાહ જોતા બચ્ચા પર વ્હાલ વરસાવી આવે......!! દિ' આથમે એટલ પોતે પોતાના માળામાં બાળુડાની સંગાથે રાત્રીની મીઠી નિંદર માણે તે વહેલુ પડે સવાર..!! આપની જાણખાતર અહિં એક ઉલ્લેખ કરુ છુ, કે પોપટ પોતાના માળા કદ...

આડેધડ છાશ પીવાના ગેરફાયદા

એક જાણવા જેવી ખાસ વાત : આપણે સૌરાષ્ટ્રવાસીઓ છાશ વગરનું  ખાણું કદિ પણ વિચારી ના શકીએ.  પણ શુ આપ જાણો છો ? કે ; છાશ હમેશા તાજી  બનાવેલી અને સ્હેજ તુરી -મોળી હોવી જોઈએ, આવી છાશમા જીરુ, સિંધાલુણ મીઠુ અને હિંગ જેવા માફકસર મસાલા નાંખીને પીઓ તો અતિ ઊત્તમ છે. પરંતુ આપણે શુ કરીએ છે, કે એકસાથે આખી મોટી તપેલીની છાશ બનાવી દઈએ છે. પછી આડેધડ એક બે દિવસ સુધી પીધા કરીએ છે, અને એ પણ ફ્રિજમાં મુકીને.! જે ઘણા લોકોને અનુકુળ નથી આવતી અને નાની મોટી કષ્ટદાયક તકલીફો થયા કરે છે. જેમાં માથાનો દુખાવો, આંખોમાં બળતરા, જાડામાં ચિકાશ, શરીરમાં આળસ,  શરીરમાં દુ:ખાવો - કળતર, હાથ પગમાં તોડ, વારંવાર પેશાબ લાગવો , જેવી ઘણીબધી ન સમજાય તેવી તકલીફ થતી હોય છે. જે લાખ દવા લેવા અને ગમે તેટલા રીપોર્ટ કરાવા  છતા કદી પણ પકડાતી જ નથી ! માટે જ આજથી એક નિયમ બનાવો કે જો છાશ પીવી જ હોય તો બપોર - સાંજ બેઉ ટાઈમ તાજી જ બનાવીને પીવાનું રાખો. પછી ફ્રિઝમાં મુકવાની ભુલ ના કરશો. ફ્રિઝમાં રાખેલ છાશ પીવાથી  ફાયદો કરવાના બદલે ઘણી વખત મોટા ગેરફાયદા પણ કરે છે. બની શકે તો છાશ ભરવા માટીન...

વિરામચિન્હો સાથે સામ્યતા ઘરાવતા લોકો

છબી
આમ તો  વાતચીત દરમિયાન વિશ્વમા અગણીત પ્રકારની ટેવો ધરાવતા લોકો જોવા મળે છે. પરંતુ અહિયા મુખ્ય ૧૪ પ્રકારના લોકોને, લખાણમા ઉપયોગ કરાતા વિરામચિન્હો સાથે સરખાવીને રસપ્રદ તારણ આપવામા આવ્યુ છે. વાંચીને તમને પણ ચોક્કસ મજા પડશે. ! ૧ — મુંગામંતર એટલે, પુર્ણ વિરામ . ( . ) ૨— કામ પુરતુ જ બોલનારા એટલે, અલ્પ વિરામ . ( , ) ૩ — વધારે પડતા સવાલ પુછનારા એટલે,         પ્રશ્નવાચક ચિન્હો ( ? ) ૪ — બધી વાતચીત ટુંકમા પતાવનારા એટલે,          લોપક ચિન્હ ( ' ) ૫ — દરેક વખતે બીજા સાથે સરખામણી કરનારા એટલે,         ઈક્વલ ચિન્હો  ( = ) ૬ — વાતચીત દરમિયાન વચ્ચે થોડુ અટકીને વિચાર્યા           પછી બોલનારા એટલે અર્ધ વિરામ   ( ; ) ૭ — વાતવાતમાં આશ્ચર્ય પ્રકટ કરતા અને ચહેરા દ્રારા    એકસપ્રેશન રજૂ કરતા લોકો એટલે,        ઉદગાર ચિન્હો ( ! ) ૮ — દરેક વાતમાં અન્ય વ્યક્તિઓએ બોલેલી કે લખેલી     વાતોના દાખલા આપનારા એટલે, અવતરણ ચિન્હો      ( " "...

હરીપુરાનો દિહાણ સીમનો કેડો

છબી
આમ તો અમારુ  હરીપુરા ગામ નાનકડું અને આયોજનપુર્વક વસાવેલુ છે. જ્યારે ભારતની ભુમી પર આઝાદીના પડઘમ પડધાય રહ્યા હતા એ સમય ૧૯૪૪- ૪૫ ના ગાળામાં ગામની સ્થાપના થઈ હતી.  બિલખા સ્ટેટના  કુવર હરીસિંહજીના નામ પરથી ગામનુ નામ હરીપુરા રાખવામાં આવ્યુ હતુ. એજ અમારા ગામના પુર્વ દિશાના સીમ ખેતરો એટલે — દિહાણ = આજે મને બાળપણના એ જુના દિવસો યાદ આવી ગયા ....કે જ્યારે અમે દિહાણ કોરની અમારી વાડીએ જતા ત્યારે મારગમાં કેવા  ઢાળ—ઢોળાવ ને વળાંકો આવતા,.... કેવા કેવા ઝાડ—વાડને છોડ જાણે અમને આવકારતા હોય એેમ નિત્ય લહેરાતા નજરે પડતા. સવાર...સાંજ કે, બપોરનો સમય હોય, દરેક વખતે તેઓ ભિન્ન ભિન્ન રુપરંગે જોવા મળતા. તડકો હોય ટાઢ કે વરસાદ એ મારગનુ રુપ  અમને તો કાયમ રુડુ જ લાગતુ !! આમ ગણો તો ગામમાં અમારુ ઘર દક્ષિણ પશ્વિમ ભાગમાં આવેલુ છે.  ગામની ઓળખ મુજબ ખુણાવાળાં તરીકે ઓળખાતી શેરીની બોર્ડર પણ કહી શકાય, અમારા ઘરની ડેલી સામે જ થોડુ મેદાન અને પછી ઢોરને પાણી પાવા માટેનો અવેડો હતો. અમારી ડેલી બહાર નિકળીને ઉગમણી દિશાકોર નજર કરો એટલે દિહાણની સીમમાં જવાનો કેડો દેખાય. આમ અમારી શેરીનુ ક...

નાનપણ ની સોનેરી યાદો

ગામનું નામ લેતા અમને સાચેજ બાળપણ સાંભરે. મનમાં યાદોના મહાસાગર ઊમડે, નાનપણ ની એ સોનેરી યાદો કેમેય ભુલાતી નથી અને સેંકડો દ્રશ્યો જાણે આંખો સામે તરવરી ઊઠે છે. જેમ કે; પાદરની એ પીપરો કે જ્યાં વેકેશનમાં ચટણી—મીઠાં હારે ખવાતા કોલ હોય, પીપરના કૂણા લીલાછમ્મ પત્તામાં ચટણી મીઠું ભરીએ, અને પછી જાણે બનારસી પાન ખાતા હોય એમ ગલોફામાં ચડાવીએ. પાંદડાંનું ગળપણ, લાલ ચટણીની તમતમતી તિખાસ, અને માથે મીઠાની ખારાશ  આ ત્રિવિધ રસાસ્વાદની મજા એટલેજ બાળપણનો મહામૂલો જલ્સો.! ક્યારેક જો મેળ પડી જાય તો ગામથી ઢુકડી કોકની વાડીયે આંબલીના કોલ અને કાતરા ખાવાય પોગી જાઈ, પણ એમાય ઘણી સાવચેતી રાખવી પડે.  જેમકે વાડીનો માલિક હાજર નો હોવો જોય. નહીતર મેળનો પડે..! ખાસ કરીને બપોર ના ટાંણે અમે ચારેક બાળગોઠીયા રેઢી આંબલી પર હલ્લો બોલાવીએ. ગામથી નજીકમાં ગણીને ત્રણેક આંબલીઓ માંડ હતી. એટલે મર્યાદીત ઓપ્શનમાં જ કામકાઢવું પડે. ક્યારેક તો આંબલીના કોલ ખાવાના ઓરતાં મનમાં જ ઢબૂરી ને વિલા મોઢે પાછાય આવવું પડે. અમુક ટ્રીક પણ  વાપરવામાં આવતી કે વાડી નો માલિક જો ઘરે હોય તો અમારુ કામ ઘણું આસાન રીતે પાર પડી શકે. એટલે ...

શેરડીની લાલચ

અતિ આનંદાયક દિવસો અને ડરામણી ઘટનાઓ આપણા બાળમાનસ પર અતિ ઊંડી છાપ અંકિત કરી જતી હોય છે કે, જેની યાદો આજીવન વિસરી શકાતી નથી. તેવી જ રીતે આનંદ ખાતર કે, લોભ—લાલચને વશ થઈ માનવી વણજોઈતી મુશ્કેલીઓમાં પણ મુકાઈ જતો હોય છે. આ આપણી સૌથી મોટી નબળાઈ ગણી શકાય. મારા નાનપણ આવોજ એક અનુભવ આપની સમક્ષ પ્રસ્તુત કરી રહ્યો છુ. આશા છે કે, આ લેખ વાંચીને તમને પણ થોડી ઘણી પ્રેરણા મળી શકે. આ એ સમયની વાત છે, જ્યારે મારી ઉમર આઠેક વરસની હતી.  ફાગણ મહિનાની બપોરનો લગભગ ચારેક વાગ્યાનો સમય હશે. એવા ટાણે હુ મારા ઘરની પાછવાડે નાની  ખડકીએથી નીકળી, પડખેના ઘરના ખુણે શેરીમાં સ્થિત વીજળીના થાંભલે એક પગ ટેકવીને ઉભો હતો. થોડીવારમાં જ હિતેશ અને ભીખુ નામના બે મિત્રો મારી તરફ આવ્યા. એ મારા મિત્રો તો ના હતા પણ પડોશી હોવાના નાતે ઘણી વખત અમે ભેગા રમતા રખડતા. આમ તો આ બંન્ને મારા થી બેએક વરસ મોટા હતા. બંન્ને જણા મારી પાસે આવ્યા, એમાથી ભીખુએ મને પુછ્યુ ; " ભરત હાલ મારી વાડીએ શેવડી ખાવા આવવુ સે " હુ જ્યા ઉભો હતો તે શેરીના થાંભલાની સામે ભીખુના ઘરનો  ખુણો પડે. શેરડીનું નામ પડતા જ ભલભલાના મોં મા પા...